ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે સરકારી અધિકારીઓ ઉપર હુમલો કરવા અને અભદ્ર વ્યવહાર કરવા બદલ તાજેતરમાં જ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ફરિયાદ બાદ ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તો બીજી તરફ મામલે રાજકારણ પણ ગરમાયું છે.
તેવામાં કોંગ્રેસના લોકસભામાં પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવામાં સમર્થનમાં પહોંચ્યા હતા અને જે ખેતર મામલે આખો ઘટનાક્રમ સર્જાયો હતો તે ખેતરની સ્થળ મુલાકાત કરી હતી તેમજ મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદ થઈ હોવાના આક્ષેપ કર્યા હતા.
Advertisement
સાથે સાથે શેરખાન પઠાણ દ્વારા મામલે ચીમકી ઉચ્ચાર વામાં આવી હતી કે જો આગામી દિવસોમાં ચૈતર વસાવાને ન્યાય નહીં મળે તો ઉંમરગામથી અંબાજી સુધીના આદિવાસીઓ રસ્તા પર ઉતરશે અને ન્યાયની માંગ કરશે તેમ જણાવ્યું હતું.