Proud of Gujarat
FeaturedGujaratINDIA

BDMA ને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમુખ હરીશ જોષીને સન્માનિત કરાયા

Share

રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત એવા ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા રવિવારના રોજ યોજાઇ હતી. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત પ્રમુખ એવા હરીશ જોશીનાં કાર્યકાળ દરમ્યાન BDMA એ નવી ઉંચાઈઓ હાંસલ કરી છે જે માટે તેમના નેતૃત્વને બિરદાવવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ દરમ્યાન 125 કરતા વધુ ફોરમ મીટ, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રાષ્ટ્રીય સ્તરે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા “મોસ્ટ ઇમ્પ્રુવડ મેનેજમેન્ટ એસોસિએશન” નો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ જી 20 ના શેરપા અને ભૂતપૂર્વ નીતિ આયોગના અમિતાભ કાન્તના વરદહસ્તે BDMA પ્રમુખ હરીશ જોશીને દિલ્હી ખાતે ગતવર્ષે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એશોશિયેશનનાં રાષ્ટ્રિય અધિવેશનમાં અર્પણ કરાયો હતો.

આ ઉપરાંત હ્યુમન રિસોર્સ, સીએસઆર અને વિમેન્સ કોનકલેવ તેમજ તાજેતરમાં યોજાયેલ નવમા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન ૨૦૨૩ નું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં દેશભરમાંથી ૩૨ જેટલા નામાંકીત ઉદ્યોગ જગતનાં આગેવાનો એ સંબોધન કર્યુ હતું. કોરોનાકાળ દરમ્યાન ઓનલાઈન વિવિધ કાર્યક્રમોની શ્રેણીઓ યોજી હતી અને આ તબક્કાનો માહિતીના આદાન-પ્રદાન અને જ્ઞાન વર્ધન માટે ઉપયોગ કર્યો હતો. મેનેજમેન્ટ એસોસિએશનના તમામ સભ્યોએ હરીશ જોશી તેમજ તેમની આખી ટીમને પ્રશંશનીય કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

BDMA નાં પ્રમુખ તરીકે ભરૂચના અગ્રણી અને શૈક્ષણિક સંસ્થાઓ, રોટરી ક્લબ અને અન્ય સ્વેચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલ દેવાંગ ઠાકોરને નવનિયુક્ત પ્રમુખ તરીકે જાહેર કરાયા હતા. આ પ્રસંગે તેમની સાથે ઉપપ્રમુખ તરીકે શ્રી પ્રવીણ દાન ગઢવી અને સુનિલ ભટ્ટ માનદ મંત્રી તરીકે એ કે સહાની સહમંત્રી તરીકે બી. ડી દલવાડી અને રાઘવ પુરોહિત અને કારોબારી સભ્યો તરીકે ડો.મહેશ વશી, મંથન જોષી, પંકજ ભરવાડા, પરાગ શાહ, સૌરભ કાયસ્થ, સંજીવ વર્મા તેમજ ટ્રેઝરર તરીકે અર્પિતા શાહને નિયુકત કરાયા હતા. આગમી કાર્યક્રમોમાં સભ્ય સંખ્યા વધારવા તેમજ ફાયનાન્સ અને વિમેન્સ અધિવેશન અને ૨૦ મી જાન્યુઆરીના રોજ ભારતીય એરફોર્સ સંચાલિત. સૂર્યકિરણ એર શો નર્મદાના પટમાં યોજશે. આ વાર્ષિક સભાને પૂર્વ પ્રમુખ અશોક પંજવાની અને સી. ઈ. ઓ ફોરમ ચેરમેન હરેન્દ્રસિંહ ઠાકુરે સંબોધન કર્યું હતું. પ્રવીણદાન ગઢવી એ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગ ગૃહો સાથે સંકળાયેલા કંપનીના અધ્યક્ષશ્રીઓ તેમજ ફોરમ ચેરમેન કો ચેરમેન અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Share

Related posts

દેવભૂમિ દ્વારકામાં પોલીસ સુરક્ષા વચ્ચે અનેક દબાણો પર બુલડોઝર ફરી વળ્યું

ProudOfGujarat

દાંતિયાવર્ગ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઇન માર્ગદર્શન પુરૂ પાડતા શિક્ષક ઇમરાન શેખ

ProudOfGujarat

માંગરોળ કોર્ટમાં ભારતના સંવિધાન દિવસ અંતર્ગત સંવિધાનની ઉદ્દેશીકા વાંચન કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!