Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદોને વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત સેવાભાવી સંસ્થા પાલેજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નગરની પ્રાથમિક શાળામાં જરૂરતમંદોને વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત નગરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલેજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નગરની વિઘવા માતા બહેનૉ, વિકલાંગ વ્યક્તિઓ તથા મસ્જિદ અને મંદિરમા સેવા પ્રદાન કરતા લૉકૉને અનાજ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમા 100 થી વઘુ જરૂરતમંદોને અનાજની કિટ્સ વિતરણ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘી પાલેજ ચેરીટેબલ ટ્રસ્ટ જે એક સેવાભાવી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલો સંસ્થા છે. જે સંસ્થા ૨૦૧૫ થી પાલેજમા વિવિધ લોકકલ્યાણના સખાવતી કર્યો થકી લોક ચાહના મેળવી રહી છે. આ ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ વકીલ દર વર્ષે ત્રણ થી ચાર વખત આવા કાર્યક્રમો થકી વિઘવા માતા બહેનો તથા વિકલાંગ વ્યક્તિઓને મદદરૂપ બનતા આવ્યા છે. ભવિષ્યમા પણ આવા લોક કલ્યાણના ઉમદા કાર્યો થકી જરૂરતમંદોને મદદરૂપ બનતા રહેશે તેવું તેઓએ જણાવ્યું હતું. પાલેજ ચેરીટેબલ ટ્રસ્ટ સેવાભાવી કાર્યો થકી અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાદાયી પુરવાર બન્યું છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચના કહાન ગામમાં એક મકાનમાંથી કોબ્રા સાપનું જોડું રેસક્યુ કરાયું.

ProudOfGujarat

વડોદરામાં ફતેગંજ વિસ્તારની ધ ચોકલેટ રૂમ રેસ્ટોરામાં આગથી લાખોનું નુકસાન

ProudOfGujarat

સુરત આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર થયેલા હુમલાના આરોપીઓની ધરપકડ કરવા પંચમહાલ “આપ”ના કાર્યકરોએ આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!