માતર પાસેના હાઈવે પરથી પસાર થતી એક આઈસર ટ્રકમાં એકાએક આગ લાગતાં આઈસર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે આ બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.
ખેડાના માતર પાસેના નેશનલ હાઇવે નં. ૪૮ પર શનિવારે પસાર થતી આઈસર ટ્રકમાં અગમ્ય કારણસર આગ લાગી હતી. આ ઈસર નડિયાદથી અમદાવાદ તરફ જઇ રહી હતી. તે સમયે આગ લાગી હતી. આગ લાગતાં ચાલકે ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખી વાહનમાંથી નીચે ઉતરી ગયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ ફાયર ફાયટરને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર આવી પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમા કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. ટ્રકમા આગ લગતા થોડા સમય માટે રસ્તો બંધ કરવો પડ્યો હતો.માતર પોલીસ, નેશનલ હાઇવે પ્રેટોલિંગ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ બનાવમા વાહન સંપૂર્ણ પણે બરીને ખાખ થઈ ગયું હતું. જોકે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.
નરેશ ગનવાણી : નડિયાદ