ગુજરાત રાજ્ય કક્ષાના સંસદીય શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા સાહેબે ઉપસ્થિત રહીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ઈતર પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી,નાની નરોલી ખાતે આજના રોજ “ઈ-ન્યુઝલેટર ઉદ્ઘાટન” (ઈ- ન્યુઝલેટર પ્રસ્તુતિકરણ) નાં કાર્યક્રમનું આયોજન શાળાનાં આચાર્યશ્રી વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શાળાનાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ જી.આઈ.પી.સી.એલ. ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમનાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયા પ્રત્યક્ષ રૂપે હાજર રહ્યાં હતાં. પ્રફુલ પાનશેરિયા, જે એક ગુજરાત એજ્યુકેશન મિનિસ્ટર છે, તેઓ હાજર રહ્યા હતા. તેઓ રાજ્ય મંત્રી (સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ) અને 2022 થી કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેઓ ડિસેમ્બર 12, 2022 થી બીજા ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રાલયમાં ગુજરાતના ઉચ્ચ શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપે છે.
કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આચાર્ય દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનું સંબોધન કરી કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો. આચાર્ય દ્વારા મુખ્ય અતિથિ પ્રફુલ પાનશેરીયા સાહેબનું સ્વાગત કરી પરિચય આપવામાં આવ્યો હતો. સાથે સાથે આચાર્ય શ્રીએ આજુબાજુના વિસ્તારની શાળામાંથી વિશેષ મહેમાન તરીકે પધારેલ સન્માનનીય આચાર્યશ્રીઓ અને તેમની સાથે આવેલ શાળાનાં બાળકોનું પણ સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રફુલ પાનશેરિયા સાહેબ દ્વારા “ઈ-ન્યુઝલેટર” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સ્ક્રીન પર ઈ-ન્યુઝલેટરની સ્લાઇડ પ્રસ્તુત કરવામાં આવી અને આચાર્ય દ્વારા દરેક સ્લાઇડનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું હતુ. પ્રફુલ પાનશેરીયા સહેબે તેમના ઉદ્બોધન પ્રવચનમાં ભારતની સિદ્ધિઓને બિરદાવી અને આવી સિદ્ધિઓ માટે સખત પરિશ્રમ અને જીવનનું એક લક્ષ બનાવીને આગળ વધવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. અતિથિ એ સંબોધન પ્રવચનમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન થયેલ દરેક પ્રવૃત્તિ માટે પ્રશંસા કરી હતી અને શાળા ગ્રામીણ વિસ્તારમાં હોવા છતાં આ પ્રકરનું ઉચ્ચ શિક્ષણઆપે છે તથા જે ભારતીય સંસ્કૃતિનાં સંસ્કારનાં બીજ છે શાળા બાળકોમાં અંકુરિત કરી રહી છે તે બદલ શાળા પરિવારને બિરદાવ્યો હતો. નવી શિક્ષણનિતિ અનુસાર કાર્ય કરતી આ શાળા અને શાળાનાં શિસ્ત વિશે તેમણે ગુજરત રાજ્ય વિધાનસભા તરફથી શાળાનો આભર વ્યક્ત કર્યો.
શાળાનાં વિદ્યાર્થીઓ માટે એવોર્ડ સેરેમની રાખવામાં આવી. જેમાં શ્રીમાન પ્રફુલ પાનશેરીયા સાહેબનાં હસ્તે વિધાર્થીઓને વિવિધ પ્રવૃત્તિમાં મેળવેલ સિદ્ધિ અંતર્ગત મેડલ્સ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં. ત્યારબાદ શાળા દ્વારા જાહેર કરાયેલા બેસ્ટ સ્માઈલ ઈન ધ સ્કૂલ ઓફ ધ ઈયર-૨૦૨૩ પુરસ્કાર બે (છોકરી & છોકરો) કેટેગરીમાંના વિદ્યાર્થીઓને સ્માઈલિંગ કપ અને પરિપત્ર આપવામાં આવ્યાં. આજુબાજુના વિસ્તારની શાળામાંથી વિશેષ મહેમાન તરીકે પધારેલ સન્માનનીય આચાર્યઓએ પણ સન્માન કર્યું. ત્યારબાદ પ્રફુલ પાનશેરીયા સાહેબ શાળાની મુલાકાતે આવ્યા અને તેમને “દિલ સે દિવાળી” કાર્યક્રમને પણ વેગ આપ્યો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ