Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રાજયકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ

Share

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી ખેડા-નડિયાદ દ્વારા શાળાકીય એસજીએફઆઇ  અં-૧૪, અં-૧૭ અને અં-૧૯ એથ્લેટિક્સ બહેનોની સ્પર્ધા તારીખ ૨૭ ઓક્ટોબરથી ૦૧ નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નડિયાદ ખાતે આયોજન કરવામાં આવ્યું.
 
આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લા અને  ૮ મહાનગરપાલીકા મળી ૪૧ જિલ્લાઓની ટીમોના ખેલાડીએ ભાગ લીધો હતો. જેમાં અં-૧૪ માં ૪૫૦, અં-૧૭માં ૭૭૯ અને અં-૧૯ માં ૮૨૦ કુલ ૨૦૪૯ ખેલાડીઓ તથા કોચ,મેનેજર, પંચો, વ્યવસ્થાપક મળી કુલ ૨૨૫૦ થી વધારે લોકોએ જુસ્સાભેર ભાગ લીધો હતો. શાળાકીય એસજીએફઆઇ  અં-૧૪, અં-૧૭ અને અં-૧૯ એથ્લેટિક્સ બહેનોની સ્પર્ધા પ્રસંગે એલ.પી. બારીયા સાહેબ – ચિફકોચ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર, લક્ષ્મણસિંહ ચૌહાણ – જિલ્લા રમતગમત અધિકારી, ખેડા-નડિયાદ,  શ્રધ્ધા મેડમ – નડીઆદ એકેડમી એક્સપર્ટ કોચ, સંજયભાઈ યાદવ – એથ્લેટીક્સ સ્પર્ધાના ચીફ રેફરી,  જી. સી. શાહ – સિનિયર એથ્લેટિક્સ સ્ટાટર તથા ગુજરાત રાજય એથ્લેટિક્સ એસોસિએશના પ્રતિનિધિ  ચિરાગ પટેલ અને કાનજી ભરવાડ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર સ્પર્ધાનું સફળ આયોજન લક્ષ્મણસિંહ ચૌહાણ – જિલ્લા રમતગમત અધિકારી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નડીઆદ, જિ. ખેડા દ્વારા કરવામાં આવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરત એશિયાની 30 રિઝિલિયન્સ સિટીમાંથી 8 માં ક્રમાંકે સિલેકટ થયું.

ProudOfGujarat

ચોરીનાં ગુન્હાનાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

છેલ્લા દોઢ વર્ષથી વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!