આજરોજ તારીખ 02/11/2023 ના રોજ એ એચ.ટી.યુ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એમ ટી એમ ગર્લ્સ સ્કૂલમાં એક અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જે પ્રોગ્રામમાં 350 થી વધુ બાળકો હાજર રહ્યા તથા સ્કૂલના આચાર્ય ભાવનાબેન તથા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન તથા માજી ચેરમેન કિંજલબા ચૌહાણ તથા માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ હાલના સદસ્ય તૃપ્તિબેન જાની તથા PSI જે પી ચૌહાણ હાજર રહી બાળકોમાં અપહરણ માનવ તસ્કરીના કેસો બાળમજૂરી લોભ લાલચથી દૂર રહેવું મા બાપને વફાદાર રહેવું નાની ઉંમરમાં વાહન ન ચલાવવું એક તરફી પ્રેમમાં ફસાવું નહીં. કોઈ કેફી પદાર્થનું સેવન કરવું નહીં તથા શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું મોબાઈલ તથા ઇનસ્ટાગ્રામથી દૂર રહેવું સાઇબરની માહિતી આપી તથા બાળકો પોતે સજાગ રહે તેવી સમજણ PSI ચૌહાણ નાઓ તથા ASI કનકસિંહ ગઢવી તથા તૃપ્તિબેન જાની નાઓએ આપી હાજર રહી સરળ ભાષામાં સમજાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.
અંકલેશ્વરની એમ ટી એમ ગર્લ્સ સ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.
Advertisement