સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોલ ખાતે આયુષ્માન ભવઃ કાર્યક્રમ અન્વયે આરોગ્ય કેમ્પ યોજાયો. આયુષ્યમાન ભવ: યોજનાનો લાભ લઇ શકાશે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ દીપકભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય ડૉ.યુવરાજસિંહ સોનારીયા, માંગરોળ તાલુકા બીજેપી પ્રમુખ જયેશભાઈ પટેલ, એડવોકેટ તનોજભાઈ પરમાર, દીપકભાઈ વસાવા, મુકેશભાઈ ગામીત, હરિ વદનભાઈ ચૌધરી, કેતનભાઇ સુરમા, જયચંદભાઈ, ઇશ્વરભાઇ પરમાર, જગદીશભાઈ ગામીત, તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા.
સર્વરોગ નિદાન કેમ્પમાં સિવિલ હોસ્પિટલ સુરત દ્વારા ફિઝીસિયન, સર્જન, સ્ત્રીરોગ, કાન નાક ગળા, આંખ, માનસિક રોગ, બાળકો, ચામડીના રોગ તમામ તજજ્ઞો દ્વારા દર્દીની તપાસ અને સારવાર કરવામાં હતી. સમગ્ર કેમ્પનું સંચાલન ડો. રાકેશભાઈ પટેલ, THO ડો.સમીર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
માંગરોલનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવઃ કાર્યક્રમ અન્વયે આરોગ્ય કેમ્પ યોજાયો.
Advertisement