ઓક્ટોબર મહિનામાં જીએસટી કલેક્શન 1 લાખ 70 હજાર કરોડના આંકડાને પર કર્યું છે. નાણા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબર 2023 માં 1.72 લાખ કરોડ રૂપિયાનું ગૂડ્સ એન્ડ સર્વિસ કલેક્શન થયું છે. આવું બીજી વાર બન્યું છે કે કલેક્શન આ લેવલ સુધી પહોંચ્યું હોય. ઓકટોબરનું જીએસટી કલેક્શન વાર્ષિક 13 ટકા વધ્યું છે. એક વર્ષ પહેલા ઓક્ટોબર 2022માં જીએસટી કલેક્શન 1.52 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
નાણા મંત્રાલયે કહ્યું કે ઓક્ટોબર 2023 નું જીએસટી કલેકશન એપ્રિલ 2023 બાદનો સૌથી વધુ આંકડો છે. એપ્રિલ 2023માં જીએસટી કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા હતું. નાણાકીય વર્ષ 2023-24 માં એવરેજ માસિક જીએસટી કલેક્શન ₹1.66 લાખ કરોડ રહ્યું હતું. જે ગયા વર્ષ કરતા 11 ટકા વધુ છે.
જીએસટી કલેક્શન ₹1,72,003 કરોડ છે, જેમાં ₹30,062 કરોડ CGST છે. જ્યારે, ₹38,171 કરોડ SGST છે. આ સિવાય ₹91,315 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹42,127 કરોડ સહિત) IGST છે. તે જ સમયે, 12,456 કરોડ રૂપિયાનો સેસ છે (સામાનની આયાત પર એકત્રિત કરાયેલા ₹1,294 કરોડ સહિત). કેન્દ્ર સરકારે IGST થી CGST માટે ₹42,873 કરોડ અને SGSTને ₹36,614 કરોડ સેટલ કાર્ય છે.