(વિશાલ મિસ્ત્રી રાજપીપલા)
રાજપીપલા નજીક માંગરોલ ગામે રહેતા વિજય તુલસી સોલંકી તથા તેના પરિવાર દ્વારા દહેજની માંગણી અને અન્ય કોઈ કારણ સર પરણિતાને બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારવાની ઘટના પગલે રાજપીપલા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં પતિ વિજય,દિયર સંદીપ અને સાસુ આશાબેનની ધરપકડ કરી મંગળવારે કોર્ટમાં રજુ કર્યા હતા.કોર્ટે એમને કસ્ટડીમાં મૂકી દીધા બાદ પોલીસ હવે વધુ કારણો શોધી આ હત્યાનો સાચો જવાબદાર કોણ છે જેની તપાસ હાથ ધરી છે.
લગ્નના 12 વર્ષ પછી પોતાની પત્નીને બે રહેમી પૂર્વક મારતો પતિનો વિડીયો વાયરલ થયો હતો.જોકે આ ઘટના બાદ રાત્રે આ પરણિતાનું મોત નીપજ્યું હતું.રાજપીપલા ટાઉન પીઆઇ તાત્કાલિક પોતાની ટીમ લઈને ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા પતિ વિજય સોલંકી ભાગી ગયો હતો.જેથી તપાસની દોર લંબાવતા પોલીસે મૃતક પરણિતાના દિયર સંદીપની ધરપકડ કરી હકીહત જાણવા તપાસ હાથ ધરી હતી.જોકે બીજી બાજુ પોલીસે તેના પતિ વિજય સોલંકીને શોધી કાઢ્યો હતો.અને બાદમાં તેની માતા આશા સોલંકીની પણ પોલીસે ધરપકડ કરી ત્રણેયને આ હત્યા માટે જવાબદાર હોવાની શંકાએ તપાસ હાથ ધરી છે.આ પુરા પરિવારને રાજપીપલા પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરી એમને કસ્ટડીમાં મોકલી દીધા છે.