છેલ્લા કેટલાક વર્ષોથી ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીનો જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર્ક બનતા 25 થી વધુ ગામના લોકોને મુશ્કેલી પડતી હોય છે ત્યારે ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધીના માર્ગ તો માર્ગમાં ખાડો કે ખાડામાં રોડ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જેને લઇ આ સમસ્યાને લઇ સ્થાનિક રહીશો દ્વારા પણ વારંવાર રજૂઆતો કરી આવેદાન પત્ર આપવા છતાં પણ તંત્ર કે રાજકીય નેતાઓ દ્વારા આ બાબતે કોઈ યોગ્ય ધ્યાન ન આપતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તો આ માર્ગ ઉપર ધૂળની ડમરીથી લોકોના સ્વાસ્થ્ય બગડયા છે તથા આ બિસ્માર માર્ગના કારણે અહીં સતત ટ્રાફિક જામની સમસ્યા પણ વધુ તીવ્ર રહે છે. જોકે આજરોજ તંત્ર દ્વારા ફરી એક વાર ખાડા પૂરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ એમાં પણ કાંઈક કચાસ દેખાઈ રહી હોય તેમ દેખાય રહયુ છે.
ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડ ઉપર ખાડા પૂરવાની પ્રક્રિયા હાથ ધરાય છે ત્યારે તેમાં પણ કેટલાક ખાડાઓ તો નામના જ પુરવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહે છે ત્યારે આ બાબતને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી મોરચાના મહામંત્રી વિનયભાઈ વસાવા સાથે વાત થતા તેઓએ જણાવ્યું હતું કે આવતા રવિવારે તેઓ અને તેઓની ટીમ સાથે રસ્તા રકોગો આંદોલન કરી આ માર્ગ વહેલી તકે બને તેવી માંગ સાથે રસ્તા રોકો આંદોલન પણ કરવાના છે તો હવે જોવું રહ્યું કે આ રોડ ક્યારે બનશે આવનાર દિવસોમાં દિવાળીના તહેવારો અને ત્યારબાદ તરત જ ગુજરાતમાં એકમાત્ર શુકલતીર્થ ખાતે ભરાતા કાર્તિકી પૂનમના મેળા કે જે મેળામાં સમગ્ર ગુજરાતભરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુ મેળામાં આવતા હોય છે આ મેળો અગિયારસથી લઈ પૂનમ સુધીનો આમ પાંચ દિવસ ચાલતો હોય છે ત્યારે આ મેળામાં આવતા લોકોને પણ હાલાકી ના ભોગવી ના પડે જેને લઇ રોડની યોગ્ય મરામત કરવામાં આવે એ જરૂરી છે.
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના બિસ્માર માર્ગને સમારકામ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ
Advertisement