Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર – હાંસોટ રોડ પર આવેલ તળાવમાંથી યુવતીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર

Share

ભરૂચ પોલીસના કોસ્ટેબલ ધનંજયસિંહ ઓફિસમાં હતા ત્યારે એક વ્યક્તિએ ઓળખ જાહેર ન કરવાની શરતે નાનામાં કોલ દ્વારા તેમને ચોંકાવનારી માહિતી આપી હતી. કોલરે કહ્યું હતું કે “સાહેબ હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો”. આ માહિતી સાંભળી મૂંઝવણ સાથે ધનંજયસિંહે પોતાના ઉપરી અધિકારી અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ પાસે પહોંચ્યા હતા.

ભરૂચના બિનવારસી મૃતદેહ અને નદી – નાળામાં લાપતા ચીજ વસ્તુઓ શોધવાના નિષ્ણાંત ગણાતાં ધર્મેશ સોલંકીને ટીમ સાથે મદદે બોલાવાયા હતા. મંગળવારે 31 ઓક્ટોબરે સર્વે બાદ સાંજના સમયે સર્ચ ઓપરેશન શક્ય ન બનતાં કામગીરી આજે બુધવાર પર ઠેલાવવામાં આવી હતી.

Advertisement

તાલુકાના મામલતદાર, અંકલેશ્વરના વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ, ક્રાઇમ બ્રાન્ચ અધિકારી ઉત્સવ બારોટ અને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર આર એચ વાળાની ઉપસ્થિતિમાં ટિમ તળાવમાં ઉતારવામાં આવી હતી. એકાદ કલાકની જહેમત બાદ તળાવના તળિયામાંથી એક પોટલું મળી આવ્યું હતુ જેમાં મોટો પથ્થર પણ હતો.

પોટલું બહાર કાઢવામાં આવતા હાજર સૌ કોઈ ચોકી ગયા હતા. આ પોટલામાંથી મહિલાની લાશ મળી આવી હતી જેને પથ્થર બાંધી ફેંકી દેવાઈ હતી. પોલીસે આ યુવતી કોણ છે તેની હકીકત મેળવી બે લોકોની અટકાયત પણ કરી છે જોકે હજુ આ મામલે સત્તાવાર કોઈ માહિતી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી. આધારભૂત સૂત્રો અનુસાર મામલો પ્રેમ પ્રકરણનો હોવાના સગડ મળી રહયા છે. યુવતીની ઉંમર વિશે સ્પષ્ટતા ન હોવાથી હાલ ઓળખની માહિતી જાહેર કરવામાં આવી નથી

ઘટનાના મૂળ તરફ જવામાં આવે તો મૃતકે યુવતી એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી જે લિવ ઈન રિલેશનશિપમાં સાથે રહેતી હતી. પ્રેમીના મોટાભાઈને આ પસંદ ન હતું અને તેને આ યુગલનો નિર્ણય બદનામી સમાન લાગતો હતો. ભાઈને યુવતીથી દૂર કરવા આખરે મોટાભાઈએ યુવતીની હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું. આજથી લગભગ 22 થી 23 દિવસ પૂર્વે યુવતીની હત્યા કરી નાંખી લાશનું પોટલું બનાવી તમે પથ્થર બાંધી લાશ તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. બનાવ સંદર્ભે પોલીસે તબીબી તપાસ સહિતના આધારે ઘટનાના મૂળ સુધી ઉતરવાની શરૂઆત કરી છે.


Share

Related posts

અંકલેશ્વર ખાતે રમજાન ઈદની ઉત્સાહપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરાઈ..

ProudOfGujarat

માય લિવેબલ ભરૂચ હેઠળ હેપ્પી સ્ટ્રીટનું આયોજન, મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા, વિવિધ રમતોની મજા માણવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : કસક ગરનાળાનો ઝાડેશ્વર તરફથી સ્ટેશનનો રસ્તો બંધ કરી દેવાતા વાહનચાલકોને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!