અંકલેશ્વર તાલુકાનાં પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરણ ગામની સીમમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે બે શખ્સને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
અંકલેશ્વર તાલુકાનાં પાનોલી પો.સ્ટેશન વિસ્તારમાં પો.સ.ઇ. આર.કે.ટોરાણી એલ.સી.બી. ભરૂચની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન બાતમી મળેલ કે ભરણ ગામમાં વિદેશી દારૂનો જથ્થો આવનાર હોય, આ બાતમીના આધારે પોલીસે ભરણ ગામ પારડીવગા તરફના રસ્તામાં વોચ રાખતા અહીંથી મારુતિ ફ્રન્ટી નં.GJ-21-6089 માં તરિયા ગામનો અજય હસમુખ પટેલ તથા અમિત ધનસુખ કટારીયા નાઓ ઇંગ્લિશ દારૂ ભરી ભરણ ગામ તરફ આવતા જણાતા બાતમીના આધારે પોલીસે રેડ કરતાં ભરણ ગામની સીમમાંથી ફ્રન્ટી કારમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કુલ રૂ.54,800 નો મુદ્દામાલ મળી આવેલ હોય અને મારૂતિ ફ્રન્ટી કાર કીં.રૂ. 30,000/- હીરો હોન્ડા મોટર સાઇકલ નંબર GJ-16-CQ-3166 કીં.રૂ.20,000, મોબાઈલ નંગ 1 કીં.રૂ. 5000 મળી કુલ 1,09,800 ના મુદ્દામાલ સાથે (1) મુકેશ અર્જુન વસાવા (2) રાજેશખુમાન વસાવાને ઝડપી લઈ તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, અન્ય બે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.