વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કેદીઓ પાસેથી અવારનવાર મોબાઇલ મળી આવવાના કિસ્સા વારંવાર બન્યા કરે છે. તાજેતરમાં જ બે મોબાઈલ એક સાથે કેદીઓ પાસેથી મળી આવ્યા હતા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા તેમની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જેલમાં ફરજ બજાવતા અધિકારીઓ જાણે કુંભકર્ણની નિદ્રામાં ઊંઘતા હોય તેમ કેદીઓ પાસે મોબાઈલ કેવી રીતે આવી રહ્યા છે તેનો કોઈ હજુ સુધી પતો લાગતો નથી કે પછી અધિકારી કે કર્મચારીઓની મિલીભગતથી જ જેલમાં ફોન પહોંચાડી રહ્યા છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. શુક્રવારના રોજ ફરજ પર હાજર સહિતના સ્કોડ દ્વારા યાર્ડ 12 ની ખોલી નંબર સાતમાં કેદીની હિલચાલ પર શંકા જ હતા ધરતી સ્કોર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. નળ નીચે બખોલું પાડીને તેમાં સંતાડેલો મોબાઈલ મળી આવ્યો હતો જે મોબાઈલ કામના કેદી જીતેન્દ્ર જીતુ નરેન્દ્ર પરમારનો હોવાનું તથા તેમાં લગાવેલું સીમકાર્ડ સલીમ ઉર્ફે ઈમ્તિયાઝ શીખ માલુમ પડ્યું હતું. તેવી જ રીતે ખોલી નંબર 12 ના કાચા કામના કેદી અજીમુદ્દીન અહમદ અન્સારી પણ એક મોબાઇલ મળી આવ્યો હતો. જેની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બંને મોબાઈલમાંથી કોની કોની સાથે વાત કરી છે ફોન દ્વારા કયું ષડયંત્ર રચવામાં આવતું હતું તેમજ અન્ય પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે નહીં તે બધી બાબતોની તપાસ કરવા માટે પોલીસ દ્વારા મોબાઈલને એફએસએલમાં મોકલાયો છે.
વડોદરા મધ્યસ્થ જેલમાંથી ત્રણ કેદી પાસેથી બે મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યા
Advertisement