સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રીક્ષા ચોરી કરતા બે રીઢા આરોપીઓને રૂપિયા 1,00,000 ની ચોરીની બે રિક્ષા સાથે ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ એ ઝડપી પાડયા છે.
પોલીસ કમિશ્નર સાહેબ સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા DCP ઝોન-૨ સાહેબ તથા જે.ટી. સોનારા સાહેબ ACP “D” ડીવીઝન સુરત શહેર નાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ જે અન્વયે પો.ઇન્સ. આર.જે.ચુડાસમા ડીંડોલી પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડીંડોલી ભેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન HC મિલિંદ તુકારામ તથા PC હેમરાજસિંહ વિક્રમસિંહ નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “પાંડેસરા તથા ઉધના વિસ્તારમાંથી ચોરી કરેલી બે રીક્ષા સાથે બે ઇસમો ભેસ્તાન આવાસ પાંજરાપોળની સામે આવેલા બ્રિજ પાસે ઉભા છે” જેથી બાતમી હકીકતની ખરાઈ કરી સર્વેલન્સના પોલીસ માણસો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ બંન્ને ઇસમોને કોર્ડન કરી, બે રીક્ષા સાથે ઝડપી પાડી તેઓનું નામ સરનામું પૂછતા (૧) ઇમરાનશા મોહમ્મદશા ફકીર ઉ.વ. 22, રહે- બિલ્ડીંગ નંબર એ/57/14 ભેસ્તાન આવાસ, ડીંડોલી સુરત (૨) સમીર ઉર્ફે માયા મોહમ્મદ શેખ ઉ.વ. 21 રહે- ઘર નં.05, ગલી નં.02 માન દરવાજા સુરતનો હોવાનું જણાવેલ તેમજ તેઓ પાસેની રીક્ષા બાબતે પૂછપરછ કરતા તા. ૨૩/૧૦/૨૦૨૩ ના રાત્રિના સમયે ઇમરાનશા ફકીર, સમીર ઉર્ફે માયા તથા વોન્ટેડ આરોપી મોબીન યુનુસ શેખ સહિત ત્રણે જણા પાંડેસરાની એક સોસાયટીમાંથી GJ-05-AZ- 2580 નંબરની બજાજ કંપનીની ઓટો રીક્ષાને ડાયરેક્ટ કરી ચોરી કરેલ, ત્યારબાદ ઉધના વિસ્તારમાં 0 નંબર રોડ ઉપર આવેલ શૌચાલય પાસે GJ-05-BV 4601 નંબરની બજાજ કંપનીની ઓટો રીક્ષા ડાયરેક્ટ કરી ચોરી કરી લીધેલ હતી. જેથી બંને રીક્ષા બાબતે ખાતરી કરતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચોરીના ગુના નોંધાયેલ હોય, બંન્ને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી પાંડેસરા તથા ઉધના પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે તેમજ નહીં પકડાયેલા આરોપી મોબીન યુનુસ શેખ રહે-ભેસ્તાન આવાસ ડીંડોલી સુરતને વોન્ટેડ જાહેર કરેલ છે.