Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ત૨સાડી નગ૨ ખાતે મહા૨ાણા પ્રતાપની પ્રતિમા અને સર્કલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Share

પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા નાહસ્તે ત૨સાડી નગ૨પાલિકા ખાતે રાષ્ટ્ર નાયક વી૨ સી૨ોમણી એવા મહારાણા પ્રતાપની પ્રતિમાનું તેમજ સર્કલનું લોકાર્પણ ક૨વામાં આવ્યું હતું.

પ્રસંગે પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા એ જણાવ્યુ હતુ કે, મેવાડનો મહાન રાજપૂત રાજા મહા૨ાણા પ્રતાપ તેમની બહાદુરી માટે વિશ્વભરમાં જાણીતા છે. મહારાણા પ્રતાપનો જન્મ ૯ મે, ૧૫૪૦ રાજસ્થાનના કુંભલગઢ કિલ્લામાં થયો હતો. એક રાજપૂત સમ્રાટ કે જેમણે જંગલોમાં ૨હેવાનું પસંદ કર્યુ પરંતુ વિદેશી મોગલોની ગુલામી કદી સ્વીકારી નથી. તેઓએ દેશ, ધર્મ અને સ્વતંત્રતા માટે બધુ બલિદાનઆપ્યું. રાજપૂતાનાને ભારતીય ઈતિહાસમાં ગૌ૨વપૂર્ણ સ્થાન છે. દેશ,જાતિ, ધર્મ, અને સ્વતંત્રતાની રક્ષા માટે પોતાનો જીવ બલિદાન આપતા કદી અચકાતા નથી. તેમના બલિદાન ૫૨ આખા ભારતને ગર્વ છે. આ ઉપ૨ોકત કાર્યક્રમમાં રાષ્ટ્રીય અઘ્યક્ષ ચન્દ્રવીરસિંહ નમાણા, અખિલી ભારતીય ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાજામાન વેન્દ્રસિંહ તેમજ ક્ષત્રિય ક૨ણીસેના પરિવારના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત, સુરત જિલ્લા ભાજપા મંત્રી કેયૂરસિંહ પ૨મા૨, પાલિકાના
પ્રમુખ કપિલાબેન પરમાર, તરસાડીનગ૨ સંગઠન પ્રમુખ કિશોરસિંહ કોસાડા, મહામંત્રીઓ, તરસાડીનગ૨ કારોબારી અધ્યક્ષ શૈલેષભાઈ ગાંગાણી, તરસાડીનગર પાલિકાના તમામ કોર્પોરેટ૨, ચીફ ઓફિસ૨ પ્રણવભાઈ ચૌધરી, કાર્યકર્તા અને મોટી સંખ્યામાં નગ૨જનો હાજ૨ ૨હયા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરા : ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી કારેલીબાગ પોલીસ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નંદેલાવ ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ના પારખેત ગામ ખાતે જુગાર રમતા ચાર ઝડપાયા 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!