Proud of Gujarat
FeaturedGujaratINDIA

કપડવંજ અલવા ગામની પરણીતાને સાસરીયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપતા ગુનો નોધાયો

Share

તાજેતરમાં પરિણીતા માતાની તબિયત જોવા પિયરમાં જવા નીકળતા પતિએ પૈસા અને દાગીના લેતા આવવા કહ્યું હતું. આ દરમિયાન દંપતિ વચ્ચે થયેલા ઝઘડામાં સાસરીયાઓ ફરી તેડી જવા રાજી ન થતા કપડવંજ રૂરલ પોલીસમાં ગુનો નોધાવ્યો છે.

કપડવંજ અલવા ગામની ૩૯ વર્ષીય મહિલાના લગ્ન અમદાવાદ ખાતે રહેતા હસમુખભાઈ સાથે થયા હતા. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર છે.  અઢાર વર્ષના લગ્નજીવનમાં અનેક ઉતાર ચઢાવ જીવનમાં આવ્યા હતા. જેમાં સાસુ,પતિ અને નણંદ પૈકી એક નણંદ કોઇને કોઇ બહાને ત્રાસ આપતા હતા. લગ્નજીવન દરમિયાન પરિણીતાએ ત્રણ સંતાનને જન્મ આપ્યો હતો. જેમાં એક ૧૮ વર્ષનો દીકરો અને બે કિશોર છે.

Advertisement

તા .૧૮ મી ઓક્ટોબરના રોજ પરીણિતા પોતાની માતાની તબિયત જોવા પિયરમાં જતા પતિએ કહ્યું કે પિયરમાં જાવ છો તો પૈસા અને દાગીના લેતા આવજો. જેથી પરિણીતાએ કહ્યું હતું કે લગ્ન સમયે શક્તિ પ્રમાણે આપ્યું છે કહેતા પતિ મારવા લાગ્યો હતો ત્યારે સંતાનો વચ્ચે પડી  છોડાવ્યા હતા. ત્યારબાદ સમાધાન કરવાનો પ્રયત્ન કરતા સાસરીયાઓ સાસરીમાં તેડી જવા તૈયાર થયા ન હતા. આ બનાવ અંગે પરિણીતાની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે પતિ, સાસુ અને નણંદ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : મુન્શી વિદ્યાધામ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઉમલ્લા ઝઘડીયા વચ્ચે ધોરીમાર્ગ પર રોંગસાઇડે જતા વાહનોની સમસ્યા રોંગસાઇડે જતા વાહનો અકસ્માતો સર્જતા હોવ‍ાની ચર્ચા.

ProudOfGujarat

બી.આર.સી ભવન માંગરોલ મુકામે તાલુકા કક્ષાનું ઓનલાઈન ગણિત- વિજ્ઞાન -પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!