Proud of Gujarat
FeaturedGujaratINDIA

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રીન પ્રોજેક્ટ્સને સમર્પિત આવક સાથે પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ રજૂ કરી

Share

ભારતની સૌથી મોટી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (એયુ એસએફબી), ગર્વપૂર્વક તેની પ્રથમ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) રજૂ કરે છે જેને પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ કહેવામાં આવે છે, જે સોલાર પાવર, ઇલેક્ટ્રિક મોબિલિટી સોલ્યુશન્સ વગેરે સહિતના રિન્યુએબલ અને ગ્રીન પ્રોજેક્ટ્સને સપોર્ટ કરવા માટે તેની સંપૂર્ણ આવક ફાળવવા માટે હેતુપૂર્વક તૈયાર કરવામાં આવી છે. એયુ એસએફબી નિયમનકારના માર્ગદર્શન સાથે સંરેખિત આવી રિટેલ પ્રોડક્ટ્સ ધીમે ધીમે ઓફર કરીને ટકાઉ ‘બદલાવ’ તરફ યોગદાન આપવા માટે અનન્ય સ્થિતિમાં છે.

ગ્રીન ડિપોઝિટ પોલિસી અને ફ્રેમવર્ક ક્લાઈમેટ એક્શન પર એયુ એસએફબીના ઉદ્દેશ્યને વધુ પૂરક બનાવશે. પોલિસી અને ફ્રેમવર્કને બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને ફરજિયાત આવશ્યકતાઓ અનુસાર થર્ડ પાર્ટી દ્વારા બાહ્ય રીતે સમીક્ષા કરવામાં આવી છે. ગ્રીન રૂટ દ્વારા ભંડોળનું ચેનલાઇઝિંગ કરીને અને ગ્રીન એસેટ્સ તરફ ધિરાણ આપીને, એયુ એસએફબીના ટકાઉપણા પરના પ્રયાસો ‘ફોરેવર’ની સફરમાં ‘બદલાવ’ને પ્રતિબિંબિત કરવા માટે વિકસિત થવાનું ચાલુ રાખશે.

Advertisement

ધ પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ 8.50 ટકા સુધીનો આકર્ષક વ્યાજ દર ઓફર કરે છે, જેમાં ન્યૂનતમ રોકાણની જરૂરિયાત માત્ર રૂ. 5,000 છે. આ નવી ઓફરમાં એયુ એસએફબીના હાલના અને નવા બંને ગ્રાહકો તેમની ગ્રીન એફડીને વીડિયો બેંકિંગ, AU 0101 એપ, નેટબેંકિંગ દ્વારા અથવા તેમની નજીકની એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખાઓની મુલાકાત લઈને સરળતાથી સુરક્ષિત કરી શકે છે. ગ્રીન એફડી ઓક્ટોબરના છેલ્લા બુધવારે લોન્ચ કરવામાં આવી રહી છે, કારણ કે આ દિવસને સસ્ટેનેબિલિટી ડે તરીકે પણ મનાવવામાં આવે છે.

ગ્રાહકો એવા કાર્યકાળની પસંદગી કરી શકે છે જે તેમના નાણાંકીય ઉદ્દેશ્યો સાથે સંરેખિત હોય, જે બે વર્ષની ટૂંકી મુદતથી લઈને લાંબા ગાળાના વિકલ્પો સુધી વિસ્તરે છે. પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ ગ્રાહકોને તેમના કેશ ફ્લોને અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરવા માટે માસિક, ત્રિમાસિક અને ક્યુમ્યુલેટિવ (મેચ્યોરિટી પર)

સહિત વિવિધ વ્યાજ ચુકવણી પસંદગીઓ ઓફર કરે છે. વધુમાં, ગ્રાહકોને તેમના ફંડના ઉપયોગ અને પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા સમર્થિત ગ્રીન પ્રોજેક્ટ્સની પ્રગતિ વિશે નિયમિત અપડેટ્સ પ્રાપ્ત થશે અને તેમને દરેક પગલે સારી રીતે માહિતગાર રાખશે.

ભારતીય બેંકિંગ ક્ષેત્રે અગ્રેસર પ્રગતિને ચિહ્નિત કરતા, આ દેશની અગ્રણી ગ્રીન એફડી પૈકીની એક છે જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની માર્ગદર્શિકાને અનુસરીને રજૂ કરવામાં આવી છે જે માત્ર ઊર્જા કાર્યક્ષમતાને વધારવા, કાર્બન ઉત્સર્જન અને ગ્રીનહાઉસ વાયુઓને ઘટાડવા, આબોહવાની સ્થિતિસ્થાપકતા અને અનુકૂલનને પ્રોત્સાહન આપવા તથા કુદરતી ઇકોસિસ્ટમ તથા જૈવ વિવિધતાને સુરક્ષિત કરવા માટે કરાતી પ્રવૃત્તિઓમાં જ આવકનો ઉપયોગ કરવાનું ફરજિયાત બનાવે છે. આ ફંડનો ઉપયોગ સમગ્ર ભારતમાં કરવામાં આવશે, જેમાં ગ્રામીણ ભારતમાં ગ્રીન પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ લોંચ અંગે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના સ્થાપક અને એમડી તથા સીઇઓ શ્રી સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે, “21મી સદીમાં વૈશ્વિક સમાજ અને અર્થવ્યવસ્થા સામે આબોહવા પરિવર્તનને સૌથી ગંભીર પડકાર તરીકે ઓળખવામાં આવે છે અને ભારત સરકારે COP 27 (કન્ફેડરેશન ઓફ પાર્ટીઝ)ની બેઠકમાં નેટ-ઝીરો લક્ષ્યને પ્રતિબદ્ધ કરીને આબોહવા નિયંત્રણ પરિવર્તનમાં અગ્રણી ભૂમિકા ભજવી છે. વધુમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ગ્રીન ડિપોઝિટ ફ્રેમવર્ક રજૂ કરનાર પ્રથમ કેટલાક વૈશ્વિક નિયમનકારોમાં સામેલ છે. ‘પર્યાવરણ’ને એક મુખ્ય હિસ્સેદાર તરીકે ઓળખીને, અમે એયુ ખાતે, તાજેતરમાં જ બોર્ડની સસ્ટેનેબિલિટી કમિટીના માર્ગદર્શન હેઠળ અને ટકાઉપણામાં કુશળતા ધરાવતા બોર્ડના વરિષ્ઠ સભ્યો અને એક્ઝિક્યુટિવ્સના સમાવેશ હેઠળ અમારી સ્થિરતા પહેલને વધારી છે. હવે, અમે આગળ એક વધુ મોટું પગલું લઈ રહ્યા છીએ અને આરબીઆઈના નવા ફ્રેમવર્ક સાથે સંપૂર્ણ રીતે સુસંગત ‘પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ’ લોન્ચ કરનારી પ્રથમ કેટલીક બેંકોમાં સામેલ થઈશું. અમારો હેતુ અમારા વિચારો અને કાર્યોમાં પૃથ્વી ગ્રહને અગ્રીમ સ્થાને રાખવાનો અને વન અર્થ, વન ફેમિલી એન્ડ વન ફ્યુચરની તાજેતરની જી20 પહેલની નૈતિકતાને પ્રોત્સાહન આપવાનો છે. નવીન અને ગ્રાહક-કેન્દ્રિત પ્રોડક્ટ્સના અમારા સંપુટમાં ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ ઉમેરતા અમે અત્યંત ખુશ છીએ. પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ પસંદ કરીને, વ્યક્તિ ગ્રીન તરફી ગ્રાહકોના સમુદાયમાં જોડાય છે, જ્યાં આ પ્રકારે મેળવાયેલી ડિપોઝીટ્સ, માત્ર આવશ્યક ગ્રીન પ્રોજેક્ટ્સ (સોલાર પાવર, ઇલેક્ટ્રિક મોબિલિટી સોલ્યુશન્સ વગેરે સહિત) કે જે ક્લાઇમેટ એક્શનને સપોર્ટ કરે છે તેમાં ચેનલાઇઝ કરવામાં આવશે.”

સુચિત્રા આયરે


Share

Related posts

મહુધાના અલીણા ગામે સગા ભાઈ-ભાભીનું કાસળ કાઢનાર નાના ભાઈને ફાંસીની સજા ફટકારતી નડિયાદની સેસન્સ અદાલત.

ProudOfGujarat

કેવીકે ડેડીયાપાડા ખાતે બીજ મહોત્સવ ખરીફ- ૨૦૨૩ અંતર્ગત બીજ નિદર્શન તાલીમ શિબિર યોજાઈ

ProudOfGujarat

વાંકલ : લસકાણા પ્રાથમિક શાળામા ધોરણ 6થી 8 મા જિલ્લાફેર બદલીથી આવનાર શિક્ષકોના કેમ્પ યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!