Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અમૃત કળશયાત્રા અંતર્ગત એકત્રિત કરાયેલ માટીને રાજ્ય ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ મોકલાશે

Share

આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા મતવિસ્તારમાં અમૃત કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિવિધ વિધાનસભામાંથી એકત્રિત કરેલ માટીને દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં પધરાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવે જન્મભૂમિ અને અમર બલિદાનીઓના સન્માનમાં “માટીને નમન- વીરોને વંદન” નામનું દેશવ્યાપી અભિયાન શરૂ કરાવ્યું હતું. જે અંતર્ગત ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર અને ઝઘડીયા વિધાનસભા મતવિસ્તારમાં અમૃત કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ ત્રીજી ઓક્ટોબરથી 24 ઓક્ટોબર દરમ્યાન આયોજીત અમૃત કળશયાત્રા વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને માટી એકત્રિત કરી હતી. એકત્રિત કરેલ માટીને કળશમાં ભરી તારીખ 27 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ આ માટી દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં પધરાવવામાં આવશે. આ તમામ બાબતે વિગતો આપવા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, મહામંત્રી નિરલ પટેલ, મીડિયા સેલના કન્વીનર ભરત ચુડાસમા સહિત ભાજપના આગેવાનો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને નેતૃત્વમાં સમગ્ર દેશમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમની કડીના ભાગરૂપે ભરૂચ જિલ્લાની માટી એકઠી કરવામાં આવી છે. આ માટી ભરૂચથી રાજ્યકક્ષાએ અને ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે. આ કાર્યક્રમ થકી દેશના વીરોને વંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.

Advertisement

રાજ્યમાંથી આવેલ તમામ અમૃત ભેગા કરી તારીખ 27 મીના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ભવ્ય સમારોહ યોજાશે.


Share

Related posts

આઇપીએસ સીબીએસઇ સ્કુલ વિરમગામ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઇ…

ProudOfGujarat

રાષ્ટ્રીયસ્તરીય સ્પર્ધામાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદનાં ઋષિકુમારો એ ઝળહળતી સિદ્ધિ મેળવી.

ProudOfGujarat

ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ બન્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!