ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક સરોજ કુમારી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ખાતે રેલવે સ્ટેશનના મુસાફરખાના/પ્લેટફોર્મ ઉપર તેમજ રેલ્વે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સરસામાન્ની સલામતી રહે તે હેતુસર વધુમાં વધુ પેટ્રોલિંગ કરી બનતા ગુન્હાઓ અટકાવવા પોલીસ વિભાગ સતત પ્રયત્ન સીલ રહ્યું છે.
સુરત રેલવે ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે પ્લેટફોર્મ નંબર 2 ના દક્ષિણ તરફનાં છેડા ઉપરથી શંકાસ્પદ હાલતમાં એક ઈસમ કાલુ હમીદ શા રહે, રમાબાઈ ચોક ગલી લીંબાયત સુરત નાને ઝડપી તેની તલાસી લેતા તેની પાસેથી 2 જેટલાં મોબાઈલ ફોન મળી આવતા ફોન બાબતે પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો જે બાદ સધન પૂછપરછ કરતા તેણે બંને મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબૂલાત કરતા મામલે સુરત રેલવે પોલીસ મથકે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.