વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ નવરાત્રી સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજનમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં આપણી સંસ્કૃતિ વિશે જાગૃતા જાળવવાનો હતો.
દેવી દુર્ગા શક્તિ- સ્ત્રીની ઊર્જા, દૈવી શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. દુર્ગા એ દેવી લક્ષ્મી, કાલી અને સરસ્વતીનું સંયુક્ત સ્વરૂપ છે. યોગ ઈચ્છુકો માટે નારી ઊર્જા જાગૃત કરવાની આ તક છે. નવરાત્રિનું મહત્વ અને સાર એ છે કે રાત્રિ આરામ અને નવજીવન માટે છે. નવરાત્રિ, દરેક અન્ય ભારતીય તહેવારોની જેમ, મુખ્ય સંદેશ એક જ રહે છે – અનિષ્ટ પર સારાની જીત – પરંતુ વાર્તાઓ અને કથાઓ અલગ છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને અંબા માતાજીની આરતી દ્વારા કરવામાં આવી હતી તથા શિક્ષક ગણો દ્વારા અંબા માતાજીની આરતી કરવામાં આવી હતી.
સૌ પ્રથમ ધોરણ ૧ થઈ ૫ સુધીના વિદ્યાર્થીઓના ગરબા રમ્યા હતા અને ત્યાર પછી પૂર્વ પ્રાથમિક વિભાગના નાનાં નાનાં ભૂલકાઓ ગરબા રમ્યા હતા અને અંતે ધોરણ ૬ થી ૧૨ ના વિધાર્થીઓ ગરબે ઘૂમિયા હતા. વાતાવરણ અંબા માતાજીના ગરબાના રંગે રંગાઈ ગયું હતું અને ઉત્સાહપૂર્વક દરેકે કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ગરબા રમ્યા હતા. શાળામાં માતાજીનું વૈદિક રીતે મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યુ હતું અને આરતી બાદ શિક્ષકગણ દ્વારા ગરબા રમીને અંબા માના વધામણા કરવામાં આવ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ