વાગરા તાલુકાના જોલવા ગામે થયેલી તકરારને લઇને સોશિયલ મીડિયા પર બે ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તે પ્રકારની પોસ્ટ મુકી વાયરલ કરાઇ હતી. દરમિયાનમાં દહેજ પોલીસનો કાફલો તુરંત જોલવા ગામે પહોંચી તપાસ કરતાં ત્યાં થયેલી તકરાર એક જ કોમના લોકો વચ્ચે થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે પોલીસે પણ સોશિયલ મીડિયા પર રદીયો આપી લોકોને અફવાઓથી દૂર રહેવા તાકીદ કરાઇ હતી. ઉપરાંત સોશિયલ મીડિયા પર ખોટો મેસેજ વાયરલ કરનાર દેવેન્દ્ર નટવર પ્રજાપતિ તેમજ પ્રદિપસિંહ લક્ષ્મણસિંહ પરમારની ધરપકડ કરી હતી.
Advertisement