ભરૂચ જિલ્લાના ઝનોર ખાતે આવેલ NTPC સ્થિત બાલ ભારતી સ્કુલ ખાતે જાગૃકતા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રાફિક અને સાયબર વિશે જાગૃકતા માટે સમજણ અપાઈ હતી. આ કાર્યક્રમમાં નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર કે. એમ. ચૌધરી ઉપસ્થિત રહયા હતા. જેમણે બાળકોને ટ્રાફિકના નીતિ નિયમો અને સલામતી અંગે અને સાયબર ક્રાઇમ તથા તેનાથી સાવચેત રહેવા અંગે ઊડી સમજ પૂરી પાડી હતી.
તેનાથી સુરક્ષિત રહેવા શું શું સાવચેતી રાખવી તે અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. ઉપસ્થિત શાળાના બાળકોએ પણ પોલીસ વિભાગના ઉપસ્થિત પી.એસ.આઈ. અને સ્ટાફના કર્મચારીઓને તેમને મુંઝવતા પ્રશ્નો પૂછી જાણકારી મેળવી હતી. કાર્યક્રમ દરમ્યાન બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળા પરિવારે કાર્યક્રમમા ઉપસ્થિતિ રહેવા બદલ નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ : ઝનોરની NTPC બાલ ભારતી શાળા ખાતે ટ્રાફિક અને સાયબર જાગૃકતા વિશે કાર્યક્રમ યોજાયો.
Advertisement