ભરૂચ જિલ્લામાં હાલ એક તરફ નવરાત્રી જામી છે તો બીજી તરફ રાજકીય માહોલ પણ જામતો જઈ રહ્યો છે, ખાસ કરી આગામી લોકસભા ચૂંટણી પહેલા ભરૂચ બેઠક પર આદિવાસી વિસ્તાર સતત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, જેમાં પણ ઇન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવાના નિવેદનો ચર્ચામાં આવે છે તો બીજી તરફ રનિંગ સાંસદ મનસુખ વસાવાના સ્ફોટક નિવેદનો પણ રાજકીય માહોલને ગરમાવી રહ્યા છે, તેવામાં સાંસદ મનસુખ વસાવાનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓએ તીખા તેવરમાં સંબોધિત કરતા નજરે પડ્યા હતા.
આદિવાસી વિસ્તાર યોજાયેલ એક કાર્યક્રમમાંમાં સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક જ મંચ ઉપર આજુબાજુમાં બેસેલ જોવા મળ્યા હતા તે દરમ્યાન સાંસદ મનસુખ વસાવા પોતાનું મંતવ્ય પ્રજા સમક્ષ મૂકી રહ્યા હતા જેમાં તેઓએ ભૂતકાળમાં નર્મદા પોલીસ પર લગાવેલા બુટલેગરો પાસેથી હપ્તા લેવાની બાબતનો ઉલ્લેખ કર્યો હતો અને બોલ્યા હતા કે હજુ પણ કહું છું, પોલીસવાળા પૈસા લે છે, તેમ જણાવ્યું હતું.
સાથે સાથે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કેટલીક બહેનો અડ્ડા બંધ કરવા રણચંડી બને છે, કોઈ નહીં આવે તો હું તમારી સાથે આવીશ તેવી વાત આદિવાસી સમાજ ને સબોભોધિત કરતા સમયે તેઓએ જણાવી હતી, તેમજ રોડની કામગીરી ને લઈ પણ તેઓએ જણાવ્યું હતું કે રોડની કામગીરીમાં ફરિયાદ આવી કે આમાં ભ્રષ્ટાચાર થયો છે તો કરજણના મામલતદાર પૂછી લેજો મારો સ્વભાવ કેવો છે.
આ વાયરલ વીડિયોમાં સાંસદ મનસુખ વસાવા લોકસભા ચૂંટણીમાંનો પણ ઉલ્લેખ કરતા નજરે પડ્યા હતા અને કહ્યું હતું કે મને ટિકિટ મળે કે ન મળે એની ચિંતા મનસુખ વસાવા નથી કરતો, ના મળે તો સ્વતંત્ર રીતના ડબલ તાકાતથી બોલીશ તે વખતે દુનિયાની કોઈ તાકાત મને નહીં રોકી શકે, હું કોણ છું એ મને ખબર છે, તેવા આક્રમક અંદાજમાં પોતાનું ભાષણ આપતા નજરે પડ્યા હતા અને આદિવાસી સમાજના ઉત્થાન માટે શું કરવું જોઈએ તેવી બાબતો પર ભાર મુકતા નજરે પડ્યા હતા.