Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લા નડિયાદ ખાતે રાજ્યકક્ષાની જુડો સ્પર્ધા – ૨૦૨૩ યોજાઈ.

Share

રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી ખેડા -નડિયાદ સંચાલિત સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા રાજ્યકક્ષા જુડો સ્પર્ધા  તા.૧૭ થી ૨૧ ઓક્ટોબર ૨૦૨૩ સુધી યોજવામાં આવી છે. જ્યારે જુડો સ્પર્ધા – ૨૦૨૩ અંડર – ૧૪,૧૭,૧૯ ભાઈઓ બહેનો સહીતના ૧૦૮૨ ખેલાડીઓ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના મહેમાન બન્યા હતા.

ખેડા જિલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, જિલ્લામાં મહેમાન બનેલા ૧૦૮૨ ખેલાડીઓની સંપૂર્ણ જવાબદારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નડિયાદની છે. ગુજરાત રાજ્યમાંથી જિલ્લામાં આવેલા તમામ ખેલાડીઓ, એમના કોચને કોઈ પણ પ્રકારની અગવડતા ન રહે તેની ઝીણવટતા પૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે. સાથોસાથ આરોગ્યની ટીમ અને ફીઝીયોથેરેપીની ટીમ સતત ગ્રાઉન્ડ ઉપર હોય છે. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક આ જુડો સ્પર્ધામાં ભાગ લઈને પોતાના જિલ્લાનું નામ રોશન કરી ભારતને વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ ભારતને જીતાડશે તેવી આશા વ્યકત કરી હતી. ખેલાડીઓમાં સુશ્રી પાયલબેન જાડેજાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નડિયાદમાં પોતાનું અનુભવ જણાવતા કહે છે કે, નડિયાદ ખાતે યોજાયેલા જુડો સ્પર્ધા-૨૦૨૩ માં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યું છે. હવે તેઓ રાજસ્થાન ખાતે નેશનલ રમવા જશે તેની તેમને ખુશી છે. સુશ્રી પાયલબેનનું સપનું છે કે તેઓ નેશનલમાં ગોલ્ડ મેડલ જીતે અને વર્લ્ડમાં જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ઇન્ડિયાનું નામ રોશન કરે તેવું તેમનું સપનું છે.

તારીખ ૧૭ ઓક્ટોબર-૨૩ થી ૨૧ ઓક્ટોબર ૨૩ રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ભાગ લીધેલ ખેલાડીઓની સંખ્યા અંડર ૧૪માં કુલ ૪૧૦, અંડર ૧૭માં કુલ ૪૨૨, અંડર ૧૯માં કુલ ૨૫૦ એમ કુલ સંખ્યા ૧૦૮૨ છે. આ સ્પર્ધામાં જિલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ તેમજ  વિદ્યાર્થીઓ અને કોચ સહીત ૧૬૫૦ જેટલા લોકો હાજર રહ્યા છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

मिल्खा सिंह और सुनील गावस्कर ने की फ़िल्म “मेरे प्यारे प्राइम मिनिस्टर” की प्रशंसा!

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના મિયાગામ નજીક ટેન્કર પલ્ટી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ઝઘડિયાના લીમોદરા ગામ ખાતે શરીર પર પેટ્રોલ છાંટી યુવકનો આપઘાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!