(વિશાલ મિસ્ત્રી રાજપીપલા)
નાંદોદ તાલુકાના માંગરોલ ગામે એક પરિણીતાનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા હત્યા કે આત્મહત્યાથી રહસ્ય ઘૂંટાઈ રહ્યું હતું.દરમિયાન રાજપીપલા ટાઉન પોલીસે મૃતક પરણિતાનું પેનલ ડોક્ટર દ્વારા પી.એમ કરાવી તપાસ હાથ ધરી હતી.જેમાં મોઢામાં કાપડનો ડૂચો મારી શ્વાસ રૂંધી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે મૃત પરિણીતાના પતિ,સાસુ અને દિયર સામે હત્યાનો ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.
રાજપીપલા નજીક માંગરોલ ગામે રહેતા વિજય તુલસી સોલંકીના લગ્ન 12 વર્ષ પૂર્વે છોટાઉદેપુરના ચીલરવાડ ગામે રહેતા અને સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સમાં સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવતા હસન રોશન સોલંકીની દીકરી હર્ષા સાથે થયા હતા.જેમની એક પુત્રી પણ છે.છેલ્લા ત્રણ ચાર વર્ષોથી પતિ પત્ની વચ્ચે વારંવાર ઝગડા થતા હતા.ત્યારે આ હત્યરા પેહલા ઘરેથી તું કશુ લાવી નથી કહી મેણાં ટોણા મારી પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો.અને બાજુમાં રહેતા રતિલાલ સોલંકીના અવાવરું ઘરમાં લઇ જઈ પતિ વિજય,દિયર સંદીપ અને સાસુ આશાબેન મળીને પરિણીતાના મોઢામાં કાપડનો ડૂચો મારી મોઢું દબાવી દીધો જેમાં શ્વાશ રૂંધાતા હર્ષાનું મોત નીપજ્યું.જો કે ફળિયાના લોકોએ જાણ કરતા ગામ ભેગું થયું અને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.શુક્લ તેમની ટીમ લઇ પહોંચી ગયા અને પરણિતાનો મૃતદેહ રાજપીપલા સિવિલમાં લાવી તાપસ શરૂ કરી કરી છે.
ભારતમાં દહેજ પ્રથાની સામે જાગૃતીતો આવી રહી છે.પરંતુ ગ્રામ્ય કક્ષાએ કાંઇક કેટલીએ હર્ષાબેનનો ભોગ લેવાઇ રહ્યો છે.ત્યારે હાલ તો રાજપીપલા પોલીસે આ હત્યારા પતિ વિજય સોલંકી,હત્યા તેમજ અત્યાચારમાં સાથ આપનાર સાસુ આશાબેન સોલંકી તથા દીયર સંદીપ સોલંકીની ધરપકડના ચક્રો ગતીમાન કર્યા છે.
આ મામલે રાજપીપળા ટાઉન પી.આઈ ડી.બી.શુક્લએ જણાવ્યું હતું કે મહીલાની લાશને રાજપીપલા સીવીલમાં પોસ્ટ પોર્ટમ કરાવવા માટે લાવ્યા બાદ શંકાશ્પદ મોત હોઇ પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા પ્રાથમીક કારણોમાં તેનાં મોઢાનાં ભાગે જબરજસ્તી ડુચો મારી તેમજ માથાના ભાગે ઇજાઓ થતા બ્રેઇન હેમરેજ થતા હર્ષાનું મોત થયાનુ બહાર આવ્યું હતું. રાજપીપલા પોલીસે યુવતીના પીતા હસનભાઇની ફરીયાદ આધારે મૃતકના પતિ,દિયર અને સાસુ સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.