Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયામાંથી જીવતા વન્ય પ્રાણીઓના વેચાણનો પર્દાફાશ, બે ઈસમોની વનવિભાગે કરી ધરપકડ

Share

ભરૂચના પૂર્વ પટ્ટી પરના અંતરીયાળ વિસ્તારોમાં વન્ય પ્રાણી દીપડાની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે, આસપાસના ગામડાઓમાં અવારનવાર દીપડાઓ નજરે પડતા હોય છે તો કેટલાક ગામોમાં તો દીપડા દ્વારા હુમલાના બનાવો પણ સામે આવતા હોય છે, તેવામાં હવે દીપડાના બચ્ચા વેચવાનું કૌભાંડ સામે આવતા ભારે ખળભળાટ મચ્યો છે.

ઝઘડિયા તાલુકાના પાણેથા ગામેથી દીપડાના જીવતા બચ્ચાનો સોદો કરતા બે ઈસમોની ધરપકડ જંગલખાતા દ્વારા કરવામાં આવી છે. પાણેથા ગામના બે ઈસમોએ ૪ માસ પહેલા દીપડાનું જીવતું બચ્ચું પકડ્યું હતું, જે બાદ બંને ઈસમો વડોદરા ખાતેના ઈરફાન નામના ઈસમ સાથે જીવતા બચ્ચાને વેચવાની પેરવી કરી રહ્યા હતા.

છેલ્લા બે માસથી ચાલતા આ પ્રકરણનો મુંબઈના વાઈલ્ડ લાઈફ ક્રાઈમ નિવારણ સંસ્થાએ પર્દાફાશ કર્યો છે. લાખો રૂપિયા એડવાન્સ રકમમાં દીપડાના જીવતા બચ્ચાનો સોદો કરવામાં આવી રહ્યો હતો. ગોરખપુર વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કન્ટ્રોલ બ્યુરોને સોશ્યલ મિડિયાના‌ વિડિયોમાં બચ્ચું વેચવાનુ હોવાનુ જાણવા મળ્યુ હતુ જેનો‌ રેલો છેક ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુધી આવી પહોંચ્યો હતો.

Advertisement

મહત્વનું છે કે આંતરાષ્ટ્રીય બજારમાં દીપડાના બચ્ચાની કિંમત લાખો રૂપિયામાં બોલાય છે, જે બાદ વન્ય પ્રાણીને વેચવાના આખે આખુ ષડયંત્રનો આખરે વન વિભાગે પર્દાફાશ કર્યો હતો અને મામલે ગૌતમ પાદરીયા, હરેશ ઉર્ફે જલો પાટણવાડિયા નામના ઈસમોને વન વિભાગે પકડી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

માંગરોળ : રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારત સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં પ્રમુખ નિલયકુમાર ચૌહાણ દ્વારા મામલતદારને આવેદન આપ્યુ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા આજરોજ શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાઈ.

ProudOfGujarat

બ્લેક જમ્પસૂટમાં જોવા મળ્યો એક્ટ્રેસ જ્યોતિ સક્સેનાનો સિઝલિંગ અવતાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!