Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુવક અને યુવતીએ એકબીજાની કમરે દુપટ્ટો બાંધી નહેરમાં ઝંપલાવ્યું

Share

કપડવંજ-નડિયાદ રોડ ઉપર આવેલ ફતિયાવાદ સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નહેરમાં મંગળવાર બપોરના અરસામાં પ્રેમી પંખીડાઓનો મૃતદેહ જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરમાંથી મૃતક પ્રેમી પંખીડાઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

મહુધા તાલુકાના રૂપપુરા ગામમાં રહેતા અને એક જ સમાજના યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા અને સમાજ તેઓના પ્રેમને સ્વીકારશે નહીં તેમ વિચારીને સાથે જીવવા મરવાના વિચારો સાથે ઘરેથી બાઈક લઈને ભાગી છુટ્યા હતા. ત્યારબાદ યુવક અને યુવતીએ અમદાવાદ ઈન્દોર એક્સપ્રેસ વે પરના લસુન્દ્રા ગામ પાસેથી પસાર થતી નર્મદા નહેરના પુલ ઉપર પોતાનું બાઈક પાર્ક કરી બે દિવસ પૂર્વે યુવક અને યુવતીએ એકબીજાની કમરે દુપટ્ટો બાંધી નહેરમાં ઝંપલાવ્યું આવ્યું હતું. બીજી બાજુ યુવક અને યુવતીના પરિવારજનો દ્વારા બંનેની શોધખોળ હાથ ધરતા તેઓનું બાઈક  નર્મદા નહેરના પુલ ઉપરથી મળી આવ્યું હતું. ત્યારબાદ છેલ્લા બે દિવસથી નર્મદા નહેરમાં પરિવારજનો દ્વારા યુવક અને યુવતીને શોધખોળ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે બપોરના યુવક અને યુવતીનો કમરે બાંધેલા દુપટ્ટા સાથે મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. નહેરમાંથી યુવક અને યુવતીનો મૃત્યુદેહ મળવાની જાણ થતા બંનેના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી નર્મદા નહેરમાં તરી રહેલ પ્રેમી પંખીડાઓને બહાર કાઢવામાં આવ્યા હતા. યુવક અને યુવતીના પરિવારજનો બંનેના મૃતદેહને પોતાના વતન લઈ ગયા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા નિમણૂંક પામેલ ડ્રાઇવરોને નિમણૂંકપત્ર એનાયત કરાયા.

ProudOfGujarat

નર્મદામાં આદિવાસી સમાજના આશાસ્પદ યુવકોના મોત વિશે કેન્દ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરતા : સંદીપ માંગરોલા

ProudOfGujarat

પાવાગઢ : ખુણિયા મહાદેવનાં ધોધ પાસે ફસાયેલા ૭૦ સહેલાણીઓને પોલીસે રેસ્ક્યુ કરીને બચાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!