હાલમાં ૧૩/૧૦/૨૦૨૩ ના રોજ ભરૂચ એલ.સી.બી.ટીમ દ્રારા અંકલેશ્વર જી,આઈ.ડી.સી, પો.સ્ટે. વિસ્તારમાં રહેતા નિરંજન નિર્મલ રાયના સ્માર્ટ મોબાઇલ ફોનમાં પોસ્ટર મેકરએપમાં અંક્લેશ્વર આઇ.ટી.આઇ. તથા ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ તથા ઉતર પ્રદેશ શિક્ષણ બોર્ડની કુલ ૪૫ બનાવટી માર્કશીટની પી.ડી.એફ.ફાઇલો મળી આવેલ હતી અને આરોપી નિરંજન નિર્મલ રાયને બનાવટી માર્કશીટનામાં મદદ કરનાર આરોપી વિવેક સીંગ મદનસીંગ સીંગ નાઓની વિરૂધ્ધમાં CRPC કલમ ૪૧(૧)(ડી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અટક કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
બનાવની ગંભિરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના મુજબ તપાસ હાથ ધરી કબ્જે કરેલ માર્કશીટ અંક્લેશ્વર ITI સંસ્થા મારફતે ખરાઇ કરાવતા માર્કશીટ ડુપ્લીકેટ હોવાનો અહેવાલ પ્રાપ્ત થતા તા.૧૬/૧૦/૨૦૨૩ ના રોજ બન્ને આરોપીઓ વિરુધ્ધ અંકલેશ્વર GIDC પો.સ્ટે.માં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઓમાં 1. નિરંજન નિર્મલ રાય ઉ.વ.૨૬ રહે,સી/૧૧૬, રાધેક્રીષ્ના રેસીડેન્સી કાપોદ્રા પાટીયા તા- અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે, બનવરા તા-સીકદપુર જી-બલીયા (યુ.પી) 2. વિવેક સીંગ મદનસીંગ સીંગ ઉ.વ.૩૧ રહે, સાંઇ શ્રધ્ધા રેસીડેન્સી મ.નં.૧૩૩ કોસમડી તા- અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે, યાંદેપુર તા-કેરાતર બલિયા ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે