ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક અને નવીન બેંકિંગ સોલ્યુશન્સ અને ગ્રાહક-કેન્દ્રિતતાનો પર્યાય બની ચૂકેલી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે (એયુ એસએફબી) તેના બ્રાન્ડ કેમ્પેઇન બદલાવ હમસે હૈને “સોચ બદલો ઔર બેંક ભી”ની વ્યૂહાત્મક થીમ હેઠળ વિસ્તાર્યું છે.
આ કેમ્પેઇનમાં ત્રણ અલગ-અલગ પ્રોડક્ટ થીમ્સ – સેવિંગ્સ એકાઉન્ટ્સ, કરન્ટ એકાઉન્ટ્સ અને સંપૂર્ણ બેંકિંગ માટે વીડિયો બેંકિંગમાં વિચારપ્રેરક મેસેજિંગનો સમાવેશ થાય છે, જે પ્રત્યેક ટેક્નોલોજી સંચાલિત સોલ્યુશન્સ દ્વારા ઓફર કરવામાં આવતી પસંદગી તથા સુવિધા સાથે ગ્રાહકને સશક્ત બનાવવા માટે રચાયેલ છે. એલએન્ડકી સાચી એન્ડ સાચી આ કેમ્પેઇનની ક્રિએટિવ એજન્સી છે.
અગ્રણી બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીનું એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે સતત બ્રાન્ડ એસોસિએશન આ કેમ્પેઇનમાં હૂંફ અને યુવાનીનો સ્પર્શ ઉમેરે છે. તેનું બહુમુખી વ્યક્તિત્વ બેંકના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને સમજવા અને તેને પૂરી કરવા માટે તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કેમ્પેઇનમાં તેને બેંકિંગ સંબંધિત બાબતોના ઉકેલ પ્રદાતા તરીકે દર્શાવવામાં આવી છે, જે ભારતમાં મહિલાઓ દ્વારા સતત વધતા સશક્ત નાણાંકીય નિર્ણયોને વ્યક્ત કરે છે.
જ્યાં પરંપરાગત બેંકિંગ ધોરણો ઘણીવાર ગ્રાહકોને મર્યાદિત કરે છે તેવી દુનિયામાં એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક બેંકિંગને આગળ વધારે છે જે નિયમનકારી માર્ગદર્શિકામાં રહીને વ્યક્તિઓ અને વ્યવસાયોને અનુકૂલન કરે છે. કેમ્પેઇનનો સર્વોચ્ચ સંદેશ સ્પષ્ટ છે: તમારા હાલના બેંકિંગ સોલ્યુશન્સ પર પુનર્વિચાર કરવાનો અને બદલાતી જરૂરિયાતોને પૂરી કરતા બદલાવને સ્વીકારવાનો સમય આવી ગયો છે.
આ નવા કેમ્પેઇન વિશે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉત્તમ ટિબરેવાલે જણાવ્યું હતું કે, “અમારા અગાઉના બ્રાન્ડ કેમ્પેઇન ‘બદલાવ હમસે હૈ’ને ખૂબ જ પ્રશંસા મળી હતી અને એયુ એસએફબી બ્રાન્ડ હાજરીને મજબૂત કરી હતી. આ કેમ્પેઇનથી આગળ વધીને આ નવીનતમ બ્રાન્ડ કેમ્પેઇન લોન્ચ કરવામાં અમે આનંદ અનુભવીએ છીએ. એયુ હંમેશા ગ્રાહકોની કલ્પનાને કેપ્ચર કરવામાં અને તેઓ જે ઈચ્છે છે તે પહોંચાડવા માટે યથાસ્થિતિને પડકારવામાં માને છે. આ નવું બ્રાન્ડ કેમ્પેઇન તે વિચારધારાને પ્રતિબિંબિત કરે છે અને અમારા ગ્રાહકોની વિકસતી આકાંક્ષાઓને અનુરૂપ છે. નાણાંકીય નિર્ણય લેવામાં મહિલાઓની ભૂમિકામાં ઉદાહરણરૂપ પરિવર્તનને ઓળખીને, અમે કિયારા અડવાણી સાથે અમારી બ્રાન્ડ પોલિસીને વ્યક્ત કરવા સાથે આગળ વધવા માટે ઉત્સાહિત છીએ. અમારું વિઝન પરંપરાગત બેંકિંગની બહાર છે-અમે નાણાંકીય સફર દ્વારા સંપૂર્ણ બેંકિંગ આપવા માંગીએ છીએ જે અનુકૂળ, સુલભ, આધુનિક અને ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ હોય. અમારો સંદેશ દરેક વ્યક્તિને અગાઉ ક્યારેય ન મળી હોય તેવી બેંકિંગ સુવિધા સાથે સશક્ત બનાવવાનો છે. ‘સોચ બદલો, ઔર બેંક ભી’ કેમ્પેઇન તે બદલાવની ઉજવણી કરે છે જે બેંકિંગને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.
એલએન્ડકે સાચી એન્ડ સાચી પબ્લિસિસ વર્લ્ડવાઇડ ઈન્ડિયાના સીઈઓ પરિતોષ શ્રીવાસ્તવે ઉમેર્યું હતું કે “એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે છેલ્લા છ વર્ષમાં અકલ્પનીય સફર કરી છે અને લાખો લોકોનો વિશ્વાસ મેળવ્યો છે. તે દેશની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક છે. બેંકિંગ ઉદ્યોગમાં પરિવર્તનના એજન્ટ બનવાની અમારી ફિલોસોફી અમારી સફળતાના કેન્દ્રમાં છે. આ કેમ્પેઇન ‘બદલાવ હમસે હૈ’ની ફિલસૂફી પર આધારિત છે અને એયુ બેંકની પ્રોડક્ટ્સની શ્રેષ્ઠ ગુણવત્તાને રજૂ કરે છે જે ગ્રાહકની સમસ્યાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. તે ગ્રાહકોને તેમની બેંકિંગ પસંદગી પર સવાલ ઉઠાવવા પણ વિનંતી કરે છે. એયુ એસએફબી પહેલેથી જ એક આદર પ્રાપ્ત કરનારી બેંક છે. હવે, અમારે એક શક્તિશાળી બ્રાન્ડ બનાવવી પડશે જે લાખો ભારતીયો સાથે પડઘો પાડે અને તેમના બેંકિંગ અનુભવને બદલી નાખે.”
આ કેમ્પેઇન વ્યૂહાત્મક રીતે સમગ્ર દેશમાં વિવિધ પ્રેક્ષકોની લાગણી રજૂ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સેવિંગ્સ એકાઉન્ટ પર વાર્ષિક 7.25% સુધીના સ્પર્ધાત્મક વ્યાજ દરો સાથે માસિક વ્યાજની ચુકવણી, સુવિધાથી ભરેલા કરંટ એકાઉન્ટથી શરૂ થતા સંપૂર્ણ બિઝનેસ બેંકિંગ સોલ્યુશન્સ અને બ્રાન્ચ જેવો અનુભવ પ્રદાન કરવા માટે 24×7 વીડિયો બેંકિંગ સાથેનું અત્યાધુનિક AU 0101 ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ.
આ કેમ્પેઇન બહોળા પ્રેક્ષકવર્ગને ધ્યાનમાં રાખીને ટીવી, પ્રિન્ટ, રેડિયો, ઓઓએચ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રસારિત થશે અને ગ્રાહકોની પ્રથમ પસંદગી તરીકે એયુ એસએફબીની સ્થિતિને વધુ મજબૂત કરશે.
સુચિત્રા આયરે