ભરૂચ જિલ્લામાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ તેમજ કલેકટરના વિવિધ જાહેરનામા બહાર પડ્યા હોય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટિમો દ્વારા જિલ્લાના જીઆઈડીસી વિસ્તારોમાં પ્રાઇવેટ સિક્યુરિટી દ્વારા જવાનોની ભરતી કરી અલગ અલગ સ્થળોએ સિક્યુરિટી, સલામતી ફરજો બજાવતા ઈસમોની માહિતી અંગેની તપાસ શરૂ કરી હતી.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે જિલ્લામાં અલગ અલગ સ્થળે તપાસ કરી ગાર્ડ, ગનમેન અને સુપરવાઈઝરના બાયોડેટાની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ન કરતા એજન્સીના માલિકો સામે કાર્યવાહી હાથધરી હતી જેમાં જાહેરનામા ભંગના કુલ 9 જેટલાં ગુના દાખલ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Advertisement