નેત્રંગ ચાર રસ્તા પારસી ચાલ તથા આજુબાજુ વિસ્તારના નેત્રંગનાં રહેવાસીઓને નેત્રંગ પારસી ચાલ આગળથી પસાર થતો નેશનલ હાઈવે નં – ૭૫૩ B રસ્તો ખુબ બિસ્માર હાલતમાં છે. નેત્રંગ ચાસ રસ્તાથી નેત્રંગ હાઈસ્કૂલ સુધીના માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ છે. જેમાં R & B વિભાગ દ્વારા માત્ર GSB ઠાલવી દેવામાં આવે છે જેથી વાહનો પસાર થતા ધુળ ખુબ ઉડે છે.
નેશનલ હાઈવે પર અસંખ્ય વાહનોની અવરજવર હોવાથી રસ્તાની પાસેના ઘરો – દુકાનો – સરકારી કાર્યાલયોમાં જાણે ધુળની ચાદર છવાઈ જાય છે. નેત્રંગ તાલુકા મથક હોવાથી ચોકડી પર આવતા મુસાફરો, સરકારી કાર્યાલયોમાં આવતા મુસાફરીઓ રસ્તાની બાજુમાં આવેલ સરકારી દવાખાનામાં આવતા દર્દીઓને તકલિફો પડે છે. આ પ્રદુષણને કારણે પારસી ચાલ તથા આજુબાજુનાં વિસ્તારના લોકોની સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું છે. લોકો અસ્થમા અને એલર્જીથી પીડાઈ ત્રાહીમામ થઈ રહ્યા છે. ખાસ કરીને નાના બાળકો અને વૃધ્ધોને ઘણી તકલીફ પડી રહી છે, રાત્રી દરમ્યાન વાહનો પસાર થતા ધુળ ઉડતા વીઝીબ્લિટી ઘટી રહી છે અને અકસ્માત થતાં નિર્દોષોનો ભોગ પણ લેવાઈ શકે છે. તાત્કાલીક અસરથી રસ્તાની મરામત કરાવી તેની વહેલી તકે નિરાકરણ આવે આવી લોકોની માંગ છે.
નેત્રંગનાં નેશનલ હાઈવે નં – ૭૫૩ B નાં માર્ગનું પેચવર્ક કરાવવા રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું
Advertisement