ભિલોડા તાલુકાના ચિબોડા ગામમાં બંધ ધરમાં રાત્રે અજાણ્યા તસ્કરો ત્રાટકી ઘરમાં તિજોરી કબાટમાં રહેલા સોના-ચાંદી ધરેણા સહિત રોકડ રૂ. 1.80 લાખ માલમત્તાની ચોરી પલાયન થઇ જતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાયો પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભિલોડા પોલીસ ગ્રામ્ય વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગ પ્રબળ બની છે।
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ચિબોડા ગામમાં એડવોકેટના બંધ ધરને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ સોના – ચાંદીના ધરેણા સહિત રોકડ રકમ કુલ રૂ. 1.80 લાખની માલમત્તાની ચોરી કરીને અજાણ્યા તસ્કરો પલાયન થઈ ગયા હતા. ભિલોડા પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ભિલોડા તાલુકાના ચિબોડામાં ગામના રહેવાસી અને એડવોકેટ ચંદ્રપાલસિંહ ચંપાવતના બંધ ધરમાં કોઈ અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. ઘરની અંદર પ્રવેશ કરી મંદિરના રૂમમાં રાખેલ તિજોરી કબાટમાં રાખેલ સોના – ચાંદીના ધરેણા તથા રોકડ રકમ મળી મુદ્દામાલની કિં. રૂ. 1.80 લાખનો મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા તસ્કરો પલાયન થઈ ગયા હતા. ચિબોડા ગામના ચંદ્રપાલસિંહ ચંપાવતએ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘરફોડ ચોર ટોળકી સક્રિય રહેતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પોલીસ તંત્ર દ્વારા અજાણ્યા ચોર ઈસમો વિરૂધ્ધ કડક હાથે કામ લેવાની તાતી જરૂરિયાત છે. ચોરીઓનું પ્રમાણ નાબૂદ થાય તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.