સુરત જિલ્લાના કીમ ગામે વિવાદનો વંટોર ઉભો થયો છે. કીમ ગામે રેલ્વે ઓવરબ્રિજ આવેલો છે. જે રાજ્ય સરકાર ના માર્ગ મકાન વિભાગના હસ્તક છે. પરંતુ છેલ્લા ઘણા દિવસ થી બ્રિજ નીચે વ્યાપાર માટે ઉભા રહેતા સંખ્યાબંધ શાકભાજી, ફ્રૂટ, ચા નાસ્તાની લારી ધારકો પાસે રૂપિયા ઉઘરાણીની ફરિયાદ ઉઠવા પામી છે. કીમ ગ્રામ પંચાયત, તેમજ વિકાસ સમિતિ ના સભ્ય દ્વારા સફાઇનું બહાનું આગળ ધરીને ૩૦ રૂપિયાથી લઈને ૧૦૦ રૂપિયા જેટલું રૂપિયાનું લારી દીઠ ઉઘરાણી કરવામાં આવી રહ્યું છે. રોજ કમાયને રોજ પેટયું રડતા નાના લારી ધારકોને ધમકી આપવામાં આવતી હતી કે જૉ રૂપિયા નહિ આપો તો અહિયાથી લારી ઉઠાવી લઈશું અને પોલીસ માં પકડાવી દઈશું. જોકે આજ બાબતે લારી ધારકોએ રૂપિયા ઉઘરાણી કરતા સભ્યો પાસે રસીદની માગણી કરી તો રસીદ એક સાથે મળશે તેમ જણાવ્યું હતું. અમારી પાસે બધીજ પરમિશન છે. એટલે પૈસાતો આપવાજ પડશે. રૂપિયા આપવા છતાં રસીદ ન આપતા અંતે લારી ધારકો અકરાયા હતા. જેને લઈને ત્યારે આજ બાબતે લારી ધારકો દ્વારા સહકારી, સામાજિક અને રાજકીય આગેવાન ગુજરાત પ્રદેશ કોંગ્રેના મહામંત્રી દર્શન નાયક ને ફરિયાદ કરી હતી. દર્શન નાયક પોતાની ટિમ સાથે કીમ ગામે આવેલ બજારમાં લારી ધારકો સાથે મુલાકાત કરી તેઓની ફરિયાદ સાંભળી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી બજારમાં ધંધો કરીયે છે. કોઈ પણ ઠરાવ વગર નાસ્તા ની લારી પાસે ૧૦૦ રૂપિયા, શાકભાજી લારી ૪૦, અન્ય લારીઓ પાસે ૫૦, રીક્ષા પાસે ૩૦ રૂપીયા, ટેમ્પાવારા પાસે ૧૦૦ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની રસીદ આપવામાં આવતી નથી. એકસાથે રૂપિયા ભરો તો રસીદ આપીશું તેમ જણાવે છે. સફાઈની રસીદ આપીશું તેમ જણાવે છે. પૈસા નઈ આપીએ તો દાદાગીરી ધાક ધમકી પોલીસ બોલાવવાનું કહે છે. પંચાયત સભ્ય બ્લોક ફાળવ્યા છે તેઓ પૈસા ઉઘરાવે છે. એક બ્લોકના ૧૨ હજાર રૂપિયા સભ્યો ગ્રામ પંચાયતને આપશે જેની સામે ૩૦ હજાર જેટલા તેઓને મળે છે.
કીમ ગામ સરપંચ પ્રવીણ ભાઈ પટેલે જણાવ્યું કે ટ્રાફિક, સફાઈ બાબતે લોકોને જણાવ્યું હતું. કેટલાક લોકો લારીઓ મૂકી જગ્યા રોકી હજારો રૂપિયા ભાડું ઉઘરાવાતું હતું. જેથી લોકોએ અમારો સંપર્ક કર્યો હતો. અમને રજુઆત કરી હતી કે અમને પણ રોજગારી માટે જગ્યા ફાળવવામાં આવે. દરેકને રોજગારી મળે તેનું આયોજન કરાયું. બ્રિજ નીચે સફાયનો ખર્ચ ૫૦ થી ૬૦ હજાર છે. જેથી લારી દીઠ ૩૦ રૂપિયા નું આયોજન છે. જે કઈ ચાલી રહ્યું છે તેમાં હવે પંચાયત ના મણસોજ પૈસા ઉઘરાવશે. આ પૈસા ફક્ત કીમ ગામની સ્વચ્છતા માટેજ ઉઘરાવવામાં આવશે. કેટલાક ખોટો પ્રચાર કરી પંચાયત ને બદનામ કરી રહ્યા છે.
સમગ્ર બાબત ને લઇ સામાજિક સહકારી કોંગસ આગેવાન પ્રદેશ મહામંત્રી દર્શન નાયક કીમ ગામે લારી ધારકોની મુલાકાત કરી રજુઆત સાંભળી હતી. નાના માણસોને દરાવી ધમકાવી પોલીસનો ડર બતાવી રૂપિયા ઉઘરાણું કરાયું હોવાનું જણાયું છે. આજ બાબતે સુરત જીલ્લા કલેકટર ,જીલ્લા વિકાસ અધિકારી સુરત તેમજ માર્ગ અને મકાન ખાતાના સચિવ ને ફરિયાદ કરવામાં આવી તપાસ કરી કાર્યવાહી ની લેખિત ફરિયાદ કરી છે.