વઘઈ કૃષિ કોલેજ અને નવસારી ચેપ્ટર, ઇન્ડિયન સોસાયટી ઓફ એગ્રોનોમી અંતર્ગત સાપુતારા ખાતે ત્રીદિવસીય રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન તારીખ ૧૨ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન કરવામાં આવેલ હતું. જેમાં આશરે 230 વૈજ્ઞાનિકો એ ભાગ લીધો લીધેલ હતો.
આ સેમિનારમાં એગ્રીકલ્ચર કોલેજ, ભરૂચના પ્રિન્સિપાલ ડો. ડી.ડી. પટેલને “ડીસ્ટિંગયુઝડ એગ્રીકલ્ચરિસ્ટ એવોર્ડ” થી સેમિનારના અધ્યક્ષ નવસારી કૃષિ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ ડો. ઝેડ.પી. પટેલ દ્વારા પ્રમાણપત્ર તેમજ એવોર્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. સાથે સાથે આજ કોલેજના ફેકલ્ટી અને વૈજ્ઞાનિક એવાં ડો. તુષાર પટેલને “યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ” થી સેમિનારના અધ્યક્ષ નવસારી કૃષિ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ ડો. ઝેડ.પી. પટેલ સાહેબની ઉપસ્થિતિમાં સેમિનારના મુખ્ય મહેમાન એવા ડો. પી.ડી.કે.વી., અકોલા, મહારાષ્ટ્રના કુલપતિ ડો. એસ.આર. ગડકના હસ્તકે પ્રમાણપત્ર તેમજ એવોર્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત ડો. તુષાર પટેલે સેમિનારમાં તેમણે કરેલ સંશોધનનું ઓરલ પ્રેઝન્ટેશન રજૂ કરી “બેસ્ટ ઓરલ પ્રેઝન્ટેશન” નો એવોર્ડ પણ પ્રાપ્ત થયો. નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન શાખાના સહ સંશોધન નિયામક ડોક્ટર લલિત મહાત્માના હસ્તકે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. સેમિનારમાં મહેમાનો તેમજ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં સન્માન આપવામાં આવ્યું તે માટે ભરૂચ એગ્રિકલ્ચર કોલેજના અધિકારી/કર્મચારીઓ તમામે તેઓને અભિનંદન પાઠવ્યા હતાં અને ખુબ જ ગર્વની અનુભૂતિ કરી રહ્યા છે.
ભરૂચ કૃષિ કોલેજના આચાર્ય ડો. ડી.ડી. પટેલ અને વૈજ્ઞાનિક ડો. તુષાર પટેલનું રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં સન્માન કરાયું
Advertisement