Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં શાપર ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ રાજકોટ સમિટમાં ૭૧૫૦ કરોડથી વધુના એમ.ઓ.યુ. સાઈન થયા

Share

રાજકોટમાં શાપર ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ રાજકોટ સમિટના પ્રથમ દિવસે કુલ મળીને આશરે રૂપિયા ૭૧૫૦ કરોડથી વધુ રકમના આશરે ૧૮૫થી વધુ એમ.ઓ.યુ. સાઈન થયા હતા. જેના કારણે ભવિષ્યમાં ૨૦ હજારથી વધુ રોજગારીની તકો સર્જાશે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શનમાં ૧૫મી ઓક્ટોબરથી વાઈબ્રન્ટ રાજકોટ બે દિવસીય સમિટનું આયોજન શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બિઝનેસ સર્વિસ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

પ્રાંત અધિકારી ડો.સંદીપ વર્મા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી કિશોર મોરીએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ રાજકોટ કાર્યક્રમના પ્રારંભે જ અલગ-અલગ ઉદ્યોગકારો દ્વારા સરકારના જુદા–જુદા વિભાગો સાથે કુલ રકમ રૂ.૪૭૦૯.૮૧ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જ્યારે ચાલુ કાર્યક્રમ દરમ્યાન વધુ ૧૭૦૦ કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. આમ રાજકોટ જિલ્લામાં કુલ રકમ રૂ.૬૪૦૯.૮૧ કરોડના એમઓયુ થયા છે. આ એમઓયુ દ્વારા રાજકોટ જિલ્લાના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગોમાં આશરે ૨૦,૦૦૦ કરતાં પણ વધારે લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે. જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે, સાથે રોજગારીની વિપુલ તકોના કારણે લોકોનું જીવનધોરણ પણ વધુ ઊંચું આવશે. તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે, સરકારના ઉદ્યોગ વિભાગ સાથે રૂ.૧૩૨૪.૫૩ કરોડના કુલ ૮૧ એમઓયુ, ખાણ ખનીજ વિભાગ સાથે ૧૦૫.૪૦ કરોડના કુલ ૭ એમઓયુ, ખેતી વાડી વિભાગ સાથે રૂ. ૫૧.૫૪ કરોડના કુલ ૭ એમઓયુ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ સાથે રૂ ૫૯૯.૪૭ કરોડના કુલ ૨૪ એમઓયુ, ઊર્જા વિભાગ સાથે રૂ. ૮૯૨ કરોડના કુલ ૧૧ એમઓયુ, શ્રમ અને રોજગાર વિભાગ સાથે રૂ. ૧૬૧.૫૦ કરોડના કુલ ૫ એમઓયુ. કરવામાં આવ્યા છે. અન્ય વિવિધ વિભાગો સાથે ઔદ્યોગિક ભાગીદારી સ્વરૂપે એમઓયુ કરવામાં આવ્યા છે, જેની કુલ ૨કમ રૂ.૬૪૦૯.૮૧ કરોડ જેટલી થાય છે. ઉપરાંત આ કાર્યક્રમ હેઠળ અન્ય સમજૂતી કરારો મળીને કુલ રૂપિયા ૬૮૫૮ કરોડના એમ.ઓ.યુ. રવિવારે બપોર સુધીમાં થયા છે. જ્યારે પ્રથમ દિવસે સાંજ સુધીમાં કુલ મળીને રૂપિયા ૭૧૫૦ કરોડથી વધુ રકમના ૧૮૫થી વધુ સમજૂતિ કરારો કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ તંત્ર ની ગંભીર બેદરકારી સામે આવી હતી..પાર્કીંગ માંજ મેડીકલ વેસ્ટ ના ઢગલા નજરે પડતા તંત્ર માં દોઢધામ મચી હતી….

ProudOfGujarat

પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર 11 જૂન શુક્રવારથી દર્શનાર્થીઓ માટે ખુલશે.

ProudOfGujarat

નડીયાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન-સપ્તાહ” ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!