ભરૂચ – નર્મદા અને સુરત જિલ્લાના અનેક ગામોમાં માનવ વસ્તીમાં જંગલી દીપડાઓનો ત્રાસ ખુબ વધી રહ્યો છે, જંગલ ખાતા દ્વારા આ અંગે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો માનવ હિંસા દીપડા દ્વારા વધવાની શક્યતાઓ છે, ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના બાદ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આંકડોદ ગામે અને ત્યાર બાદ વાલિયા તાલુકાના ડણસોલી ગામના લીમડી ફળિયામાં ગત તારીખ 14 મીની રાત્રે સુંદર બેન ભાવલાભાઈ વસાવાને જંગલી દીપડા એ ગળાના ભાગે ફાડી ખાધેલ હાલમાં લાશ મળી આવી હતી.
આમ આ વિસ્તારમાં જંગલી દીપડાઓનો આતંક વધી રહ્યો છે, માનવ વસ્તીમાં ખુબ જ ભયનું વાતાવરણ ફેલાયું છે, છેલ્લા 15 દિવસમાં બીજી વ્યક્તિનું મૃત્યુ દીપડાના હુમલાના કારણે થયું છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા દ્વારા ગુજરાત રાજ્યના PCCF&HOFF ને પત્ર લખી રજુઆત કરી છે કે ડણસોલી ગામ ખાતે દીપડાના આતંક નૉ ભોગ બનેલ પરિવારને તાતકાલિક ધોરણે પાંચ લાખની સહાય પહોંચાડવામાં આવે તેવી માંગ કરી હતી.