મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે છેલ્લા પાંચ દિવસથી ક્રિકેટ તથા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજિત સ.સ.ન નિગમ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સ.સ.ન.નિગમ સમાવિષ્ટ ભરૂચ કેવડીયા, ગાંધીનગર, વડોદરા તથા કચ્છની ટીમે ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં દરેક ટીમોનો દેખાવ સારો રહ્યો હતો જેમાં ફાઈનલ મેચમાં વડોદરા તથા ગાંધીનગરની ટીમ વચ્ચે કાંટાની ટક્કર થઇ હતી. જેમાં વડોદરાની ટીમે ટોસ જીતી પ્રથમ દાવામાં ૧૪૫ રણ નોંધાવ્યા હતા. જેના જવાબમાં ગાંધીનગરની તમે ૧૯ ઓવરમાં ૧૪૬ રન માત્ર ૧ વિકેટ ગુમાવીને બનાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. ફાઈનલ મેચમાં ગાંધીનગરના આનંદ ગજ્જરનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમને ૭૫ રન બનાવ્યા હતા અને ઝાલાએ ૩૮ રન બનાવ્યા હતા પ્રથમ વિકેટમાં ખુબ મોતી પાર્ટનરશીપ નોંધાઈ હતી જે ટુર્નામેન્ટનો બીજો રેકોર્ડ બન્યો હતો. આ ટુર્નામેન્ટમાં દરેક ટીમના સારો દેખાવ કરનાર ખેલાડીઓને મેન ઓફ ધ મેચ તરીકે જાહેર કરી ટ્રોફી આપી મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં નિર્સગ જોશી, મોમીનભાઈ, કાંતિ પરમાર, આનંદ ગજ્જર (ગાંધીનગર) ને સી.જી.એમ.શ્રી ચુડાસમા દ્વારા એનાયત કરાયો હતો. આ ટુર્નામેન્ટમાં સેવા આપનાર અમ્પાયર સાગર માછી, ધર્મેશ ચૌધરી, તડવી તથા સમગ્ર ટુર્નામેન્ટમાં પાણીની સેવા ખડે પગે આપનાર ફૂલ્સિંગભાઈ નું પણ મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં કચ્છનાં કેપ્ટન એસ.એમ.ડામોર સાહેબે ખેલદીલીનું ઉત્તમ ઉદાહરણ પોરૂ પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ચીફ જનરલ મેનેજર શ્રી ચુડાસમા,આર.જી.કાનુગા,પરમાર સાહેબ, જે.કે ગરાસિયા પ્રાસંગિક સંબોધન કરી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર તુર્નામેન્તામાં એમ.એલ.શર્મા, ચૌધારીભાઈએ ખડે પગે સેવા આપી હતી. મેદાન તૈયારકરવાનો શ્રેય પણ તેમને આભારી છે. કાર્યક્રમના અંતે કાન્તીભાઈ પરમારે પોતાના સુંદર કંઠમાં ગીત રજુ કર્યું હતું. સમગ્ર સમાપન સમારોહનું સંચાલન યોગેશ ચંદ્રજી મહેતા, મહેશભાઈ પ્રિયદર્શી દ્વારા કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં ટુર્નામેન્ટ પૂરી તી હતી જે એક યાદગાર પ્રસંગ બન્યો હતો. સ.સ.ન નિગમના સી.જી.એમ શ્રી ચુડાસમા દ્વારા સારા પત્રકારત્વ તરીકેનો એવોર્ડ ગૌતમભાઈ વ્યાસને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.