ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈની અધ્યક્ષાતામાં પાલેજ પોલીસ મથકની હદમાં આવતી હોટલો તેમજ રેસ્ટોરન્ટના સંચાલકો સાથે એક મિટિંગ યોજાઈ હતી. ત્રાસવાદી અસામાજીક તત્વો શહેરના રહેણાંક વિસ્તારોમાં તથા હોટલ, લોજ, બોર્ડીંગમાં ગુપ્ત ખાશરો મેળવી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે. માનવ જીંદગીની ખુવારી થાય અને જાહેર જનતાની સંપત્તિને નુકશાન પહોંચાડવાની કોશિષ કરે છે.
બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા આવા તત્વો કોઈના મકાન ભાડે રાખીને રહેતા હોય છે તથા હોટલ, લોજ, બોર્ડીંગ વિગેરે જગ્યાઓનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતીથી માહિતગાર થઈને તેઓ ત્રાસવાદી પ્રવૃત્તિઓનો અંજામ આપતા હોય છે, જેથી ભાડેથી મકાન, હોટલ, લોજ, બીડીંગ આપતા માલિકી ઉપર થોડાક નિયંત્રણો મુકવાનું દેશની સુરક્ષા પરિપ્રેક્ષ્યમાં જરૂરી બની ગયું છે. મકાન, હોટલ, લોજ, બોર્ડીંગ વિદેશીઓને ભાડેથી આપતા માલિકો કોઇપણ વિદેશી વ્યકિતને ભાડેથી આપે ત્યારે તેની જાણ ૨૪ કલાકમાં સબંધિત પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે,
તે સિવાય કોઈ વ્યકિતને હોટલ, લોજ, બોર્ડીંગ માલિકો ભાડે આપી શકશે નહી.તેમની હોટલ, લોજ, બોર્ડીંગમાં વિદેશી નાગરિક આવે ત્યારે તેના પાસપોર્ટ વિઝા અને ભારતમાં આવ્યા અંગેની વિગતોની નકલ સહીતની લેવી. વિદેશી નાગરિકના પાસપોર્ટ, વિઝા અને ભારતના સરનામાં અને વિદેશી નાગરિક તરીકે નોંધણી કરાવેલ હોયતો રેસિડેન્સિયલ પરમિટની નકલ મેળવી રેકર્ડમાં રાખવી, વિદેશી નાગરિકને લગતા ફોર્મ નિયમ મુજબ ફોર્મ ફોરેનર્સ રજીસ્ટ્રેશન રૂલ્સ સને-૧૯૩૯ મુજબના નમુના મુજબના ફોર્મમાં ફોરેનર્સ બ્રાન્ચમાં ૨૪ કલાકમાં રિપોર્ટ સહિત રજુ કરવાના રહેશે, અજાણ્યા વિદેશી નાગરિકોને હોટલ, લોજ, બોર્ડીગમાં પ્રવેશ આપવો નહીં. તેવી સૂચના આપવામાં આવી હતી.
યાકુબ પટેલ, પાલેજ