સ્વચ્છતાને જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા પ્રકલ્પનું આયોજન કરાયું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠ સપ્તાહ સુધી સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના હજાત ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા નિમિત્તે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વચ્છતાના મહત્વ અંગે રંગોળી દોરી હતી. શાળામાં સ્વચ્છતા બાબતે બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
Advertisement