સમગ્ર રાજ્યમાં આગામી બે મહિના દરમિયાન સ્વચ્છતા હી સેવા : રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં “સ્વચ્છતા હી સેવા”ના ઉમદા ઉદ્દેશથી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મ્યુઝીયમ, હેરિટેજ ઇમારતો, નદી, તળાવ સહિતના સ્થળોએ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
સ્વચ્છતાને જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા પ્રકલ્પનું આયોજન કરાયું છે. આ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠ સપ્તાહ સુધી સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે.
તાલુકામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનને સફળ બનાવવા વહીવટી તંત્ર તેમજ વિવિધ વિભાગો સક્રિયતા દાખવી રહ્યા છે. ત્યારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત પીલુદરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. સફાઈમાં શાળાના શિક્ષકો પણ જોડાયા હતી. તે ઉપરાંત શાળામાં સ્વચ્છતાને સંલગ્ન ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.
સ્વચ્છતા હી સેવા અંતર્ગત પીલુદરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ
Advertisement