વેપારી એસોસિએશન દ્રારા આવતીકાલે ભરવાડી દરવાજા બહાર બજાર સ્વયંભૂ બંઘનુ એલાન જાહેર કર્યું.
વિરમગામ શહેરના ભરવાડી દરવાજા પાસે ગઇકાલે થયેલી તકરાર મા ઠાકોર સમાજ ના યુવક અને વેપારી પ્રમુખ પર હુમલાના વિરોઘ અને આવતીકાલે બંઘ ના એલાન બાબતે ભરવાડી દરવાજા વેપારી એસોસિએશન,વિરમગામ ઠાકોર સમાજ અને દલિત સમાજ દ્વારા નાયબ કલેક્ટર આવેદન પત્ર પાઠવ્યું. જેમા જણાવ્યુ હતું કે તા-28-1-2018 ના રોજ વિરમગામ શહેરના હાર્દસમા ભરવાડી દરવાજા બહાર મુસ્લિમ યુવકો દ્વારા વેપારી પ્રમુખ અને ઠાકોર સમાજ ના યુવક પર હિચકારો હુમકો કરી ઇજા પહોંચાડી હતી જેને લઇને વાતાવરણ તંગ બનેલ આટલી મોટી ઘટના બનવા છતા વિરમગામ પોલીસ ની મહદઅંશે બેદરકારી સામે હતી.ઉપરાંત બનાવ ને લઇને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમા લઇ જવાતા હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર દ્રારા ગંભીર ઇજા હોવા છતાં અપૂરતી સારવાર આપી ઇજાગ્રસ્ત ના પરીવાર જનો સાથે મનસ્વી વર્તન કરેલ બીજીબાજુ સમગ્ર ઘટના બાદ પણ પોલીસતંત્ર દ્રારા સમયસર બંદોબસ્ત ન ગોઠવાતા બીજીવાર પણ અનિચ્છનીય બનાવ ની તંગદિલી સર્જાય હતી ત્યારબાદ પોલીસ ગોઠવવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે ભરવાડી દરવાજા વિસ્તારમાં જાહેર બજાર અને ટ્રાફીક થી ઘમઘમતો વિસ્તાર છે. અને બનાવ ના 200 મીટર ના વિસ્તારના અંતરે ભરવાડી પોલીસ ચોકી આવેલ છે તેમ છતા બનાવને પગલે પોલીસ સમયસર પહોંચી ન હતી.અને ઘડીભેર અફરાતફરી નો માહોલ સર્જાયો હતો તેને લઇને વેપારીઓ એ પોતાના ધંધારોજગાર બંઘ કરવા પડ્યા હતા વિરમગામ શહેરમાં આ પહેલો બનાવ નથી અગાઉ આસાજીક તત્વો દ્રારા ભરવાડી દરવાજા બહાર પેટ્રોલ પંપ પાસે અને ગોલવાડી દરવાજા પાસે હિચકારા હુમલા થયા છે.ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર ની ઢીલી નીતી ને પગલે આવા બનાવો છાસવારે બને છે. અમારી વેપારી એસોસિએશન ની માંગ છેકે આ સમગ્ર ઘટનાને જોતા ભરવાડી દરવાજા બહાર કોઇ પોલીસ પોઇન્ટ ગોઠવવામાં આવે અને વઘુ મા આ સમગ્ર ઘટના ને ભરવાડી દરવાજા બહાર વેપારી એસોસિએશન દ્રારા વખોડી કાઢીએ છીએ અને અવાર નવાર થતા હિંચકારા હુમલાના લઇને શાંતી સુલહ નો ભંગ થાય છે તેથી અમો વેપારી એસોસિએશન દ્રારા આવતી કાલે તા-30-1-2018 ના રોજ મંગળવારે વિસ્તાર બંઘ નુ એલાન જાહેર કર્યુ હતુ આ આવેદન પત્ર ની સાથે વિરમગામ ઠાકોર સમાજ અને દલિત સમાજ દ્વારા વેપારી ઓને બંઘને સમર્થન આપી વિરમગામ ગાંઘી હોસ્પિટલના ઘટના સમયે ફરજ બજાવતા ડો.સહેબાઝ શેખ ને સસ્પેન્ડ કરવા ની માંગણી અને ભરવાડી દરવાજા પાસે કાયમી પોલીસ પોઇન્ટ ગોઠવાવાની માંગણી સાથે નાયબ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમા વેપારી એસોસિએશન ના પ્રમુખ મુઘુમલ ભાઇ ,ઠાકોર સમાજ ના મોતીસિંગ ઠાકોર,બળવંત ઠાકોર,દેવાભાઇ ઠાકોર,મુકેશભાઈ ઠાકોર,ભરતભાઇ ઠાકોર સહિત ના ઓએ નાયબ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું.
:-પીયૂષ ગજ્જર વિરમગામ.