Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદના વેપારીને નોકર પર ભરોસો રાખવો ભારે પડ્યો, 24.10 લાખનું સોનું લઈને ફરાર

Share

અમદાવાદમાં છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ઓનલાઈન અથવા તો પૈસાની લેતી દેતીમાં થયેલી ઠગાઈના કિસ્સા શહેરમાં વધી રહ્યાં છે. ત્યારે વધુ એક ઠગાઈનો કિસ્સો શહેરમાં સામે આવ્યો છે. (deception)જ્વેલર્સની દુકાનના માલિકને વિશ્વાસમાં લઈને 24.10 લાખની કિંમતનું 24 કેરેટ સોનું લઈને આરોપી ભાગી ગયો છે. વેપારીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે જગદિશ ભાલાણી કાલુપુર ખાતે દાગીના બનાવવાનું કામ કરે છે અને વર્કશોપ ધરાવે છે. તેમની ફરિયાદ પ્રમાણે તેમની વર્કશોપમાં પગારદાર તરીકે કારીગરો કામ કરે છે. જેમાંના પશ્ચિમ બંગાળનાકારીગર સૈફુલ શેખને છેલ્લાં દસ વર્ષથી વર્કશોપ ખાતે પગારદાર તરીકે નોકરી પર રાખ્યો છે.સૈફુલને તેઓ સોનાના દાગીના બનાવવા માટે 24 કેરેટનું શુધ્ધ સોનું આપતા હતા. જે સોનાનાં દાગીના બનાવી તે પરત કરતો હતો.

Advertisement

જેથી સૈફુલ ઉપર તેમને પાકો ભરોસો તેમજ વિશ્વાસ હતો. છેલ્લા ચાર મહિના સુધીમાં સૈફુલે ફરિયાદીની દુકાન તેમજ વર્કશોપ ખાતેથી પેઢીમાંથી 24 કેરેટ સોનુ જેની હાલની કિંમત 24.10 લાખ જેટલી થાય છે. આ સોનુ સૈફુલ શેખ ફરિયાદી પાસેથી સોનાના દાગીના બનાવવા માટે લઇ ગયો હતો. જે આજદીન સુધી પરત કર્યું નહીં નથી. ત્યાર બાદ તેણે નોકરીએ જવાનું બંધ કરી દીધું હતું. જેથી ફરિયાદીએ તેને અનેક વખત ફોન કર્યા હતાં પણ ફોન બંધ આવતો હતો. તેના ઘરે તપાસ કરતાં તે ઘર ખાલી કરીને જતો રહ્યો હતો. જેથી ફરિયાદીએ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

પાસા જેવી કલમો અને કાયદાઓનો રાજકીય ઉપયોગ થતો હોવાનો આક્ષેપ

ProudOfGujarat

નડિયાદ : કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ઈપ્કોવાળા હોલ ખાતે જિલ્લા કક્ષાનો ‘કૃષિ મેળો-વ-કૃષિ પ્રદર્શન’ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદ : RTE ના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરી ઝોન પ્રમાણે હેલ્પ સેન્ટર શરૂ કરવા યુથ કોંગ્રેસની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!