Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની આશ્રમશાળા ઈલાવ ખાતે બી. આર. સી.કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

Share

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત બ્લોક રિસોર્ટ સેન્ટર હાંસોટ આયોજિત બી.આર. સી.કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 24 હાંસોટ તાલુકાની આશ્રમશાળા ઇલાવ ખાતે યોજવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમથી કરવામાં આવી હતી. દિપ પ્રાગટ્ય કાર્યક્રમના અધ્યક્ષ અને હાંસોટ તાલુકા પ્રમુખશ્રી સંગીતાબેન સોલંકી હસ્તે કરવામાં આવ્યો હતો. શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કરેલ હતું. સ્વાગત પ્રવચન હાંસોટ બી. આર. સી. કૉ – ઓર્ડિનેટર અશોકકુમાર પટેલએ કર્યુ હતું. પ્રાસંગિક ઉદબોઘન ભરૂચ ડાયટના લેક્ચરર અને હાંસોટના લાઈઝન અધિકારી પી. બી. પટેલએ કર્યુ હતું અને બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ, રૂચી કેળવાય એવા હકારાત્મક અભિગમ સાથે સંદેશો પાઠવ્યો હતો. કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પ્રમુખ સંગીતાબેન સોલંકી, ઈલાવ માજી સરપંચ જયેશભાઈ પટેલ, ઉર્મિલાબેન પટેલ સંગઠન ઉપપ્રમુખ નશાબંધી અને આબકારી, અમરતભાઈ વડાવીયા હળપતિ સેવા સંઘ તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.

કૃતિ નિદર્શન માટે રીબીન કાપી તમામ વિભાગને ખુલ્લા મુકવામાં આવ્યા હતા.વિભાગ એક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, વિભાગ 2 જીવન પર્યાવરણ અનુરૂપ જીવન શૈલી, વિભાગ-3 કૃષિ ખેતી, વિભાગ 4 પ્રત્યાયન અને વાહન વ્યવહાર, વિભાગ 5 ગણનાત્મક ચિંતન કોમ્પ્યુટરના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા એમ કુલ પાંચ વિભાગમાં 25 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરી હતી. જેમાંથી પાંચ શ્રેષ્ઠ કૃતિઓ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેશે.કૃતિમાં ભાગ લેનાર 50 બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન ઈનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

દાતાશ્રી ખરચના ગૃપાચાર્ય મહેશભાઈ પટેલ અને ઉર્મિલાબેન તરફથી આ પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા. બાળકો અને શિક્ષકોએ પ્રતિભાવ આપ્યા હતા.આભારવિધિ હાંસોટ બી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોકકુમાર પટેલએ કરી હતી. અંતે રાષ્ટ્રગીત ગાઈ સૌ છૂટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક નિલેશકુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ શિક્ષક દિલીપભાઈ રાવળે કર્યુ હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનો વિદ્યાર્થી ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ સ્થાને.અગસ્તિ એજ્યુકેશનના ધ્રુવ પટેલે 99.99 પી.આર મેળવ્યા…

ProudOfGujarat

રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલાને રેલવેના ચેરમેન અને CEO પદ પર નિમણૂક કરાઇ

ProudOfGujarat

પંચમહાલ : હિન્દુ યુવા વાહીની દ્વારા ચીનનાં રાષ્ટ્રપતિનું પૂતળા દહન, ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી 20 શહીદોને શ્રધ્ધાજંલી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!