Proud of Gujarat
FeaturedGujaratINDIA

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ક્લબ ખાતે આયોજિત ‘ઓપ્ટિક એક્સ્પો – ૨૦૨૩’નું ઉદ્ધાટન કરાયું

Share

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ક્લબ ખાતે આયોજિત ‘ ઓપ્ટિક એક્સ્પો – ૨૦૨૩’ નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.

આ ઉદ્ધાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, આજે ટેકનોલોજીની જરૂરિયાત છે . ગરમી હોય કે પછી ઠંડી દરેક સિઝનમાં આજે ચશ્માની ડિમાન્ડ વધી રહી છે. ચશ્મા આજે એક જીવન જરૂરિયાતની વસ્તુમાં ઉમેરાઈ ગયા છે. આમ આજે તમામ ટેકનોલોજીનો સમનવ્ય આ એક્સ્પોમાં જોવા મળી રહ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Advertisement

આ ‘ઓપ્ટિક એક્સ્પો -૨૦૨૩’ના ઉદ્ધાટન પ્રસંગે ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ નરેશભાઈ ચોકસી, વાઇસ પ્રેસિડન્ટ કાંતિભાઈ માળી, સેક્રેટરી કલ્પેશભાઈ અજમેરા તેમજ જોઈન સેક્રેટરી રિપુંજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે, આ ‘ઓપ્ટિક એક્સ્પો’માં કુલ ૮૨ થી વધુ સ્ટોલ જોવા મળશે. આ ‘ઓપ્ટિક એક્સ્પો’નું ૭ થી ૯ ઑક્ટોબર સુધી એકા ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.


Share

Related posts

અમદાવાદમાં બે વર્ષ બાદ શણગારેલા હાથી, બેન્ડ વાજા સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ.

ProudOfGujarat

અભિનેતા નવનીત મલિક કહે છે, “બોલીવુડ દરેકને ખુલ્લા હાથે આવકારે છે, પરંતુ અહીં પોતાનું નામ બનાવવું ખૂબ મુશ્કેલ છે.”

ProudOfGujarat

અંકલેશ્વર- 13 વર્ષીય બાળકીનું નહેરના પાણીમાં ડૂબી જવાથી મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!