મેડ્સ એન્ટરટેઇન્મેન્ટ પ્રસ્તુત નવરંગ બિટ્સ ગ્રુપ દ્વારા નવરંગ નવરાત્રી મહોત્સવનું નડિયાદમાં તા.૧૫મી ઓક્ટોબર થી ૨૩મી ઓક્ટોબર, નવરાત્રી પર્વની ઉજવણી થવાની છે ત્યારે નાળિયાદનું જૂનું અને જાણીતું નવરંગ ગ્રુપ આ વર્ષે ગરબા પ્રેમીઓની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી પુનઃ એકવાર નવરંગ નવરાત્રી લઈને આવી રહ્યું છે.
આ ગરબા મહોત્સવ અંગે મીડિયાને વિગતો આપતા વિકાસભાઈ શાહે જણાવ્યું હતું કે, ગરબા એ ગુજરાતીઓની વૈશ્વિક ઓળખ છે ત્યારે માં અંબાની ભક્તિ સાથે પરંપરાગત ગરબા શૈલી જીવંત રાખવાના ઉદ્દેશ સાથે બાસુદીવાલા ગ્રાઉન્ડમાં ગરબા યોજાશે.જ્યાં વર્તમાન માહોલને અનુલક્ષી ગરબે ગુમતી દીકરીઓની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે.
આ ઉપરાંત સ્વચ્છતા અભિયાનને અનુકક્ષી ગ્રાઉન્ડ પર અને સમગ્ર પરિસરમાં સ્વચ્છતાનો પૂરો ખ્યાલ રાખવામાં આવશે. ગરબે ગુમતી દીકરીઓ માટે પ્રવેશ વિનામૂલ્ય છે. જ્યારે યુવકો માટે માત્ર ટોકન દર લેવાશે.નડિયાદના અનેક ગ્રુપ, વેપારી શુભેચ્છકોએ નવરંગ ગ્રૂપને સહયોગ પૂરો પાડ્યો છે. ત્યારે આ ગ્રુપ દ્વારા પણ જે કાંઈ ભંડોળ એકઠું થશે તેને શિક્ષણ માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થી વિદ્યાર્થીની મદદ માટે હાથ લંબાવશે.આ ગ્રાઉન્ડ પર ૨૫૦૦ થી ૩૦૦ ગરબાપ્રેમીઓ ગરબે ઘૂમી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.આ ઉપરાંત ગરબાના દર્શકો માટે પણ સુપેરે વ્યવસ્થા કરાઈ છે.શિવાભાઈ ત્રિપાઠી પ્રસ્તુત સ્પંદન ગ્રુપ દ્વારા ગાયક કલાકારો લોમા,અભિષેક ત્રિપાઠી અને રોશની સહિત ગાયકવૃંદ ત્રણ તાળીના ગરબા સહિત લોકપ્રિય ગરબાની જમાવટ કરશે. આ ગરબા મહોત્સવના પ્રેરક નડિયાદના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ સહિત અનેક શુભેચ્છકોએ નવરાત્રીની શુભેચ્છા પાઠવી છે.આ પ્રેસ પરિષદમાં મુખ્ય આયોજકો પૈકી પરાગભાઈ દેસાઈ,વિકાસભાઈ શાહ,મનોજભાઈ શુક્લ તેજસભાઈ પટેલ,દિવ્યેશ બ્રહ્મભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હત.
નરેશ ગનવાણી : નડિયાદ