Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતની ગોલ્ડન હેટ્રિક, ક્રિકેટ બાદ મેન્સ કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ

Share

ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સ 2023 ના 14 માં દિવસે જબરદસ્ત પ્રદર્શન બતાવ્યું છે. સાત્વિક- ચિરાગની જોડીએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતી ભારતેને બેડમિન્ટન ડબલ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતા. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામે જીત મેળવી ક્રિકેટમાં ગોલ્ડ જીત્યો હતો. હવે ભારતીય મેન્સ કબડ્ડી ટીમે ફાઈનલમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ઈરાનને હરાવી દીધું છે. આ રીતે ભારતે સતત ત્રીજો ગોલ્ડ જીતીને હેટ્રિક લગાવી છે.

ભારતે મેન્સ કબડ્ડી ઇવેન્ટમાં ઈરાનને 33-29 થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત ભારતીય વુમન્સ હોકી ટીમે જાપાનને 2-1 થી હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ચીન સામેની સેમિફાઈનલમાં શરમજનક હાર બાદ આ જીત ભારત માટે મનોબળ વધારનારી છે. આ સાથે જ ભારતની મેડલ ટેલી 104 પર પહોંચી ગઈ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી પરના ઓવરબ્રિજ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.એકનું કરુણ મોત. જયારે પાંચ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત…

ProudOfGujarat

વાલિયા:ગણેશ ખાંડ ઉધોગની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજવા 490 સભાસદો સાથે સંદીપ માંગરોલાનું શક્તિ પ્રદર્શન

ProudOfGujarat

પાલેજ : કિસનાડ ગામે લેઉઆ પાટીદાર સમાજનો સમૂહ લગ્ન પ્રસંગ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!