Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, બાઈક રેલી, સભા અને પદયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા

Share

ભરૂચમાં આજરોજ કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલ, AICC ના પ્રભારી ઉષા નાયડુ અને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પમુખ નિવાસ બીવી સહિતના આગેવાનોની અધ્યક્ષતામાં વિવિધ કાર્યકમો યોજવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ભરૂચ યુવક કોંગ્રેસ દ્વારા આયોજીત ભારત જોડો બાઈક યાત્રા નર્મદા ચોકડી ખાતેથી નીકળી હતી, જે યાત્રા ઝાડેશ્વર, મકતમપુર, કસક, પાંચબત્તી, શક્તિનાથ થઈ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે પહોંચી હતી.

ત્યારબાદ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલમાં આયોજીત સભામાં કોંગ્રેસના દિગ્ગજ આગેવાનોએ કાર્યકરો અને હોદ્દેદારોને સંબોધિત કર્યા હતા તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં ક્યા ક્યા મુદ્દાઓને ધ્યાનમાં લઈ પ્રજા વચ્ચે જવુ તે અંગેનું માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ સહિતના કોંગી નેતાઓએ ઉપસ્થિત કાર્યકરોને આપ્યા હતા.

બાદમાં રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સામેના વિવિધ મુદ્દાઓને લઈ એક પદયાત્રાનું પણ આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું, જે પદયાત્રા ઓમકારનાથ ઠાકુર હોલથી નીકળી પાંચબત્તીથી શાલીમાર થઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચશે જે બાદ જિલ્લા કલેકટરને વિવિધ પ્રશ્નો અંગેનું એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અક્કુજી, કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાન, પ્રવક્તા નાજુ ફડવાલા, તેમજ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદ : કોરોનાની દહેશત વચ્ચે કાંકરીયા કાર્નિવલનો સમય બદલવામાં આવ્યો

ProudOfGujarat

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો

ProudOfGujarat

અરેઠી પ્રા.શાળામાં શોટઁ-સક્રિટના કારણે ભારે નુકસાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!