અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ODI વર્લ્ડ કપ 48 મેચ, 45 દિવસ, 10 દેશો અને 10 વર્લ્ડ-ક્લાસ મેદાનમાં રમાશે. તેની શરૂઆત ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2019 વર્લ્ડ કપની બે ફાઇનલિસ્ટ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી થઈ છે. પહેલી મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
જોસ બટલરની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડ રમશે
છેલ્લી ફાઇનલમાં આ બંને ટીમો વચ્ચે એવી મેચ હતી કે ICCએ વધુ બાઉન્ડ્રીના આધારે જીતવાનો નિયમ બદલવો પડ્યો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ હવે ઈયોન મોર્ગનના સ્થાને જોસ બટલરની કેપ્ટનશીપમાં રમશે, પરંતુ રનર-અપ ટીમનો કેપ્ટન હજુ પણ કેન વિલિયમસન છે. ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ 2019 ના ફાઇનલ મેચનો બદલો લેવાની કોશિશ કરશે, જ્યારે ઇંગ્લેન્ડ પોતાની જીત સાથે વર્લ્ડ કપની શરૂઆત કરવા પ્રયત્ન કરશે.
ભારત ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે
જોકે, ઈજાના કારણે વિલિયમસન પ્રથમ મેચમાં રમી શકશે નહીં. ભારતની વાત કરીએ તો તે પોતાની પ્રથમ મેચ રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. ટૂર્નામેન્ટની સૌથી મહત્ત્વની મેચ યજમાન અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાશે.