Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : શારિરીક માનસિક ત્રાસ ગુજારતા પીડીતાએ પતિ, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદ નોંધાવી

Share

કઠલાલ તાલુકામાં રહેતી ૨૦ વર્ષિય યુવતીના પુનઃ લગ્ન સાત માસ અગાઉ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અહમદપુરા ગામે રહેતા યુવાન સાથે થયા હતા. લગ્નના એકાદ માસ પછી સાસરીયાઓનો ત્રાસ સામે આવ્યો હતો. જેમાં પતિ તેણીને કહેતો કે, તને ખાવાનુ બનાવતા તેમજ કપડા ધોતા નથી આવડતું એટલે તારે આ કામ કરવું નહીં. ઉપરાંત તારે ખેતરમાં કામ કરવા જવાનુ છે કહી, ઘરમાં પતિ મારઝૂડ કરતો હતો. અને કહ્યું કે, મારે મોટરસાયકલ લાવવાનું છે તે માટે તારા પિતાના ઘરેથી રૂપિયા ૫૦ હજાર લઈ આવ તો જ તને ઘરમાં પેસવા દઈશું તેમ કહી ત્રાસ વર્તાવતો હતો. તો વળી સાસુ પણ ઘરના કામકાજ બાબતે તેણીની સાથે ઝઘડો કરતા હતા અને તારે ખેતરનું જ કામ કરવાનું છે તારે કોઈના પણ ઘરે બેસવા જવાનું નહીં તેમ કહી ત્રાસ આપતા હતા. તો સસરા પણ તેણીની સાથે ઝઘડો કરતા હતા. આ ઉપરાંત જેઠ પણ ખોટી ચઢામણી કરી પીડીતાને માર ખવડાવતા હતા.

પીડીતાનો ભાઈ તેણીના સાસરે આવતા સાસુએ કહેલ કે તારા ભાઈ માટે ચા બનાવી દે તેમ કહી સાસુએ પોતાની પુત્રવધુનું ગળુ દબાવી મારઝુડ કરી હતી. જે બાદ પાંચ જુનના રોજ સાસરીના લોકોએ પીડિતાને ઘરની બહાર કાઢી મૂકી હતી. ત્યારબાદ પીડીતાએ નડિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજી આપ્યા બાદ પોલીસે બંને પક્ષોના વડીલોને બોલાવી કાઉન્સિલિંગ કરી સમજાવી સમાધાન કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ સમાધાન ન થતા છેવટે પીડીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને જેઠ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સરદાર સરોવર નર્મદા બંધ ખાતે લોકડાઉન વચ્ચે પ્રિમોન્સુન કામગીરી ચાલુ થઈ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં અકુવાડા ખાતે 10 વર્ષીય બાળકનું કરંટ લાગતા મોત.

ProudOfGujarat

સુરતનાં સલાબાદપુરા વિસ્તારમાં એક મોબાઇલ શોપમાંથી તસ્કરોએ મોટો હાથફેરો કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!